કોસ્મો ફાઉન્ડેશને નિઃસ્વાર્થભાવે રક્ત દાન માટે દાતાઓનો આભાર માન્યો
નવી દિલ્હી, 17 જૂન, 2024 – કોસ્મો ફર્સ્ટની કમ્યૂનિટી આઉટરિચ પહેલ કોસ્મો ફાઉન્ડેશને બ્લડ ડોનર્સ ડેની ઊજવણી માટે 14 જૂન, 2024ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. આ કેમ્પ ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સમર્થન સાથે વડોદરામાં કરજણ ખાતે આવેલા કોસ્મો ફર્સ્ટના મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે અને રોટરી બ્લડ બેંક સાથેના સહયોગમાં નવી દિલ્હીના જસોલા ડિસ્ટ્રીક્ટ સેન્ટરના કોર્પોરેટ વન બાની બિલ્ડિંગ ખાતે યોજવામાં આવ્યા હતા. તમામ દાતાઓને રિફ્રેશમેન્ટ્સ અને સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યા હતા. Gifting New Life: Cosmo Foundation Thank Donors for Selfless Blood Donation.
આ રક્તદાન અભિયાનમાં કોસ્મો ફર્સ્ટના કર્મચારીઓ, સ્થાનિક કોર્પોરેટ, યુવાનો અને સમુદાયના સભ્યોની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી. આ 100 ટકા સ્વૈચ્છિક રક્તદાન અભિયાનનો હેતુ લોકોને સેવા (નિઃસ્વાર્થ સેવા) અને સહયોગ (સહકાર)ની ભાવનાને અનુસરવા માટે પ્રેરિત કરવાનો છે.
આ સાથે કોસ્મો ફાઉન્ડેશને વડોદરા અને છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ, મહારાષ્ટ્ર)ના ગામડાઓમાં વ્યાપક જાગૃતિ અભિયાનનું આયોજન કર્યું હતું, જેમાં રક્તદાનને લગતી ખોટી માન્યતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સંસ્થાએ ‘રક્તદાન કરો, પ્લાઝમા આપો, જીવન શેર કરો’ પર અભિયાન ચલાવ્યું હતું.
આ પહેલ અંગે કોસ્મો ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી યામિની જયપુરિયાએ જણાવ્યું હતું કે, “20 વર્ષ પહેલાં વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) એ કાર્લ લેન્ડસ્ટેઇનરની સલામત રીતે લોહી ચડાવવાની શોધને માન આપવા માટે વિશ્વ રક્તદાતા દિવસની સ્થાપના કરી હતી, જેથી વધુ લોકોના જીવન બચાવી શકાય. આ રક્તદાન અભિયાન દ્વારા કોસ્મો ફાઉન્ડેશન લોકોનું જીવન બચાવવા અને તંદુરસ્ત સમાજને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુમાં યોગદાન આપવા બદલ ગર્વ અનુભવે છે.”
કરજણ ખાતે કોસ્મો ફર્સ્ટના પ્રોડક્શન સિનિયર મેનેજર નાગેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે “હું રક્તદાન કરવા બદલ નમ્રતા અનુભવું છું. હું છેલ્લા દસ વર્ષથી સતત રક્તદાન કરી રહ્યો છું. અમને આ તક આપવા બદલ હું કોસ્મો ફર્સ્ટનો આભાર માનું છું. મને ખુશી છે કે તે કોઈ જરૂરિયાતમંદને મદદ મળશે અને જીવન બચાવી શકાશે.”
રક્તદાન અભિયાન ઉપરાંત અગાઉ કોસ્મો ફાઉન્ડેશને રામ મનોહર લોહિયા હોસ્પિટલ અને બીજી અન્ય સહિત દિલ્હીની હોસ્પિટલોમાં દર્દીઓને 4,000 ધાબળા અને ભોજનનું વિતરણ કરીને તેમની સંભાળની કામગીરી વિસ્તારી હતી. પર્યાવરણીય ટકાઉપણા માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવતા કોસ્મો ફાઉન્ડેશને તેમની ‘ગો ગ્રીન પહેલ’ દ્વારા સમગ્ર ભારતમાં એક લાખથી વધુ વૃક્ષો પણ વાવ્યા છે.
કોસ્મો ફાઉન્ડેશનનું સમર્પણ હેલ્થકેરથી આગળ વધે છે. ફાઉન્ડેશને 65,000 ગ્રામીણ બાળકો અને યુવાનોને ડિજિટલ કૌશલ્ય, ઇંગ્લિશ કમ્યૂનિકેશન સ્કીલ, લાઇફ સ્કીલ્સ, ગામડાંની શાળાઓમાં વરસાદી પાણીનો સંગ્રહ અને 1,000 મહિલાઓને આજીવિકા સહાય પૂરી પાડી હતી. અમે ગુજરાત, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને મધ્ય પ્રદેશમાં અમારા સીએસઆર કાર્યક્રમો અમલમાં મૂક્યા છે અને વર્ષોથી સાત લાખ લોકો પર સકારાત્મક અસર પડી છે. આ પહેલ શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને પર્યાવરણીય કાર્યક્રમો દ્વારા જીવન સુધારવા માટે ફાઉન્ડેશનની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે.