GIISએ શાંતિનો સંદેશ ફેલાવવા 3-દિવસનાં સંગીતોત્સવનું આયોજન કર્યું
સંગીત અને નૃત્ય માટે કલાવંત સેન્ટર સાથે જોડાણમાં સંગીતોત્સવનું આયોજન કર્યું
- જીઆઇઆઇએસ, અમદાવાદ, ગોદરેજ ગાર્ડન સિટીમાં 3-દિવસનો સંગીતોત્સવ યોજાયો
અમદાવાદ, ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ (જીઆઇઆઇએસ), અમદાવાદે તાજેતરમાં અમેરિકાના ન્યૂયોર્કની કલાવંત એકેડેમી સાથે જોડાણમાં 3-દિવસનાં સંગીતોત્સવનું આયોજન કર્યું હતું. ‘સંગીત ફોર પીસ’ સંગીતોત્સવનું આયોજન પ્રસિદ્ધ તબલાવાદક સ્વ. ઉસ્તાદ રહેમાન ખાનની યાદમાં ગુજરાતમાં 27, 28 અને 29 ડિસેમ્બર, 2019નાં રોજ થયું હતું. જીઆઇઆઇએસ દ્વારા આયોજિત આ સંગીતોત્સવમાં શ્રોતાઓને શાંતિ અને આંતરિક ખુશી મેળવવામાં મદદ કરવા દેશવિદેશનાં 13 પ્રસિદ્ધ સંગીતકારોએ કર્ણપ્રિય સંગીત પીરસ્યું હતું.
આ સંગીતોત્સવની શરૂઆત 27 ડિસેમ્બર, 2019ને શુક્રવારે રાત્રે 8 વાગ્યે થઈ હતી. આ ફેસ્ટિવલને 3 અલગ-અલગ સંદેશમાં વહેંચવામાં આવ્યો હતો, જેમાં શુક્રવારનો સંદેશ ‘સંગીત ફોર હાર્મની’ હતો, 28 ડિસેમ્બર, શનિવારનો સંદેશ ‘સંગીત ફોર સૉલ’ હતો અને 29 ડિસેમ્બર, રવિવારે અંતિમ દિવસનો સંદેશ ‘સંગીત ફોર હેપ્પીનેસ’ હતો. આ સંદેશ સાથે સંગીતોત્સવ સંપન્ન થયો હતો.
આ પહેલ પર જીઆઇઆઇએસ ઇન્ડિયાનાં ઓપરેશન્સનાં ડાયરેક્ટર શ્રી રાજીવ બંસલે કહ્યું હતું કે, “જીઆઇઆઇએસમાં અમારો ઉદ્દેશ અમારા વિદ્યાર્થીઓને સંપૂર્ણ શિક્ષણ પ્રદાન કરવાનો છે અને અમારી નાઇન જેમ્સ ફ્રેમવર્ક અમને એ હાંસલ કરવામાં મદદરૂપ થાય છે. એકેડેમિક્સમાં વિદ્યાર્થીઓના અભ્યાસનાં પરિણામો સુધારવાનાં કેન્દ્રિત પ્રયાસો ઉપરાંત અમે કળામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આ ત્રણ દિવસનો સંગીતોત્સવ વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા અને તેમને ચિંતામુક્ત કરવા એક પ્લેટફોર્મ પર સંગીત સમુદાયનાં પ્રસિદ્ધ નામો પાસેથી કર્ણપ્રિય સંગીત સંભળાવવાનો હતો.”
જીઆઇઆઇએસ, અમદાવાદનાં પ્રિન્સિપાલ શ્રી સીઝર ડી’ સિલ્વાએ કહ્યું હતું કે, “આપણે ઝડપથી બદલાતી દુનિયામાં જીવી રહ્યાં છીએ અને આપણે દરરોજ વિવિધ પડકારોનો સામનો કરી રહ્યાં છીએ, જે જીવનને વ્યસ્ત અને તણાવયુક્ત બનાવે છે. આ ઉપરાંત સોશિયલ મીડિયાનાં આક્રમણેઆપણને આપણી જાત સાથે અને આપણા પ્રિયજનો સાથે પસાર કરવા માટે મળતા થોડા સમયને પણ છીનવી લીધો છે. આ સમસ્યાનું સમાધાન કરવા જીઆઇઆઇએસ અમદાવાદ અને અમેરિકાનાં ન્યૂયોર્કમાં કાર્યરત કલાવંત એકેડેમીએ અમારા વિદ્યાર્થીઓ, એમના માતાપિતાઓ અને શિક્ષકોને કર્ણપ્રિય સંગીત સાથે શાંતિ અને ખુશી મેળવવામાં મદદ કરવા જોડાણ કર્યું હતું.”
આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે નીરજ પરીખ અને કોંકણા બેનર્જીએ વોકલ્સ (સ્વર) અને દીપસંકર ભટ્ટાચારજીએ સિતાર પર સંગીત પીરસ્યું હતું. 28 ડિસેમ્બરે જયતીર્થ મેવુંડીએ વોકલ્સ, ઇમરાન ખાન અને આઝમ અલી ખાને તબલા અને શાહિદ પરવેઝે સિતાર પર સંગીત પીરસ્યું હતું. સંગીતોત્સવના સમાપનનાં દિવસે અનુપ જલોટા, ઉસ્તાદ રઝા અલી ખાન અને આદિલ ખાને વોકલ (સ્વર), હેતલ મહેતાએ તબલા અને ઉસ્તાદ લિયાકત અલી ખાને સારંગી પર ગીતસંગીત સાથે ઉચ્ચ કક્ષાનું મનોરંજન પીરસ્યું હતું.
આ ત્રણ દિવસીય ભારતીય શાસ્ત્રીય સંગીતનાં સંગીતોત્સવને 500થી વધારે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતાઓએ માણ્યો હતો. આ સંગીતોત્સવ જીઆઇઆઇએસ અમદાવાદ માટે મોટી તક પણ બન્યો હતો, જેમાં તેમને સંગીત વિશારદોની હાજરીમાં તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા પ્લેટફોર્મ મળ્યું હતું. જીઆઇઆઇએસ અમદાવાદનાં વિદ્યાર્થી નીવ કાનાણીએ હૃદયસ્પર્શી વોકલ પર્ફોર્મન્સ આપ્યું હતું, જેને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પોતાના નાઇન જેમ્સ ફ્રેમવર્ક દ્વારા ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલનો ઉદ્દેશ એના વિદ્યાર્થીઓને આ પ્રકારનાં પ્રસ્તુત પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે.