Western Times News

Gujarati News

ગિલે ૧૧ ચોગ્ગા ૯ છગ્ગા ફટકારી બનાવી દીધો નવો રેકોર્ડ

નવી દિલ્હી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ ૧માં પંજાબ તરફથી રમતા શુભમન ગિલે તોફાની સદી ફટકારીને સૌને ચોંકાવી દીધા છે. તેણે કર્ણાટક સામેની મેચમાં ૫૫ બોલમાં ૧૨૬ રનની શાનદાર ઇનિંગ રમી છે. આ રન તેણે ૧૧ ફોર અને ૯ સિક્સની મદદથી કર્યા હતા. શુભમનની આ ઈનિંગમાં સ્ટ્રાઈક રેટ ૨૨૯.૦૯ની હતી.

ગિલની ઈનિંગના આધારે પંજાબે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૨૫ રન બનાવ્યા હતા. એક સમયે પંજાબની ૨ વિકેટ માત્ર ૧૦ રનમાં પડી ગઈ હતી, ત્યારબાદ ગિલે ક્રિઝ સંભાળી રાખી અને આ તોફાની સદી ફટકારીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. ગિલના ૧૨૬ રન ઉપરાંત અનમોલપ્રીત સિંહે પણ ૪૩ બોલમાં ૫૯ રન બનાવ્યા હતા. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે ૧૫૧ રનની ભાગીદારી થઈ હતી, જેણે ટીમને ૨૨૫ રન સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

અહીં ઉલ્લેખનિય છે કે, ગિલને T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન નથી મળ્યું, પરંતુ તેને ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેનો ન્યુઝીલેન્ડ સામેની ટી-૨૦, વનડે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાં ગિલનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ સિવાય બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝનો ગિલ ટીમ ઈન્ડિયાનો ભાગ બની ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.