ગિલનાં સતત ફ્લોપ શોથી ભડક્યો કેવિન પીટરસન
નવી દિલ્હી, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ હૈદરાબાદના મેદાન પર રમાઈ હતી. ભારતે પ્રથમ દાવમાં ૪૩૬ રન બનાવ્યા હતા. પરંતુ સતત ફ્લોપ થઈ રહેલ શુભમન ગિલનું બેટ પ્રથમ દાવમાં સારું પ્રદર્શન કરી શક્યું ન હતું.
બીજી ઇનિંગમાં તો ગિલ ડક પર આઉટ થયો હતો અને બીજા જ બોલે વિકેટ ફેંકી દીધી હતી. ગિલનાં સતત ખરાબ પ્રદર્શનને કારણે ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી કેવિન પીટરસને કહ્યું છે કે ગિલે ભારતીય ક્રિકેટ ટીમનાં કોચ રાહુલ દ્રવિડ સાથે સમય પસાર કરવો જોઈએ.
કેવિન પીટરસને ર્ત્નૈ સિનેમા પર કહ્યું હતું કે, “શુબમન ગિલ માટે, હું રાહુલ દ્રવિડને તેની સાથે થોડો સમય પસાર કરવા માટે કહીશ. મને ખબર નથી કે તે કેટલું પ્રસારણ જુએ છે.
પરંતુ હું કહીશ કે રાહુલે ગિલ સાથે સમય પસાર કરવો જોઈએ અને તેણે મારી સાથે જે રીતે વાત કરી, તેવી જ રીતે તેની સાથે પણ વાત કરવી જોઈએ. તેને ઓફ સાઈડ તરફ જતા બોલની પ્રેક્ટિસ કરાવવાની જરૂર છે અને સ્ટ્રાઈક કેવી રીતે રોટેટ કરવી તે પણ શીખવાની જરૂર છે.
ભારતનો સ્ટાર યુવા બેટર શુભમન ગિલ, જેણે ઓપનિંગ છોડીને વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રીજા નંબરે બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, તે આ સિરીઝથી રન બનાવવા માટે ઉત્સુક છે. તેણે ૨૦૨૩માં વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામે ત્રણ ઈનિંગમાં ૬, ૧૦ અને અણનમ ૨૯ રનની ઈનિંગ્સ રમી હતી.
આ પછી તેણે દક્ષિણ આફ્રિકા સામે ૨, ૨૬, ૩૬ અને ૧૦ રનની ઇનિંગ્સ રમી હતી. હવે તે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ૨૩ રન બનાવી શક્યો હતો અને બીજી ઇનિંગમાં તો ઝીરો પર આઉટ થઈ ગયો હતો. ગિલે ભારત માટે અત્યાર સુધી ૨૧ ટેસ્ટ મેચોની ૩૮ ઈનિંગમાં ભાગ લીધો છે. આ દરમિયાન તેના બેટથી ૧૦૬૩ રન થયા છે. સરેરાશ ૩૦ની આસપાસ રહી છે અને સ્ટ્રાઇક રેટ ૫૮ રહ્યો છે.
સર્વોચ્ચ સ્કોર વિશે વાત કરીએ તો તે ૧૨૮ હતો. જે તેણે ઓસ્ટ્રેલિયા સામે નોંધાવ્યો હતો. ગિલે અત્યાર સુધીમાં ૨ સદી અને ચાર અડધી સદી ફટકારી છે.SS1MS