નારોલમાં કિશોરીનું અજાણ્યા શખ્સે પાછળથી રૂમાલ વડે તેનું મોં દબાવીને અપહરણ કર્યું
અમદાવાદ: હાલનાં સમયમાં યુવતીઓ સાથે બની રહેલી છેડતીની ઘટનામાં વધારો થતાં સમાજમાં ચિંતા ફેલાઈ છે. આ પરિÂસ્થતિમાં નારોલ વિસ્તારમાં રહેતી એક ચૌદ વર્ષીય કિશોરનું શંકાસ્પદ હાલતમાં અપહરણ થયા બાદ તેને રઝળતી મુકી દેવાઈ હતી. સ્થાનિક રહીશોએ તેને નારોલ પોલીસને સોંપી હતી. જા કે થોડાં જ કલાકોમાં કિશોરીનાં માતા પિતા પણ તેને શોધતાં આવી પહોંચ્યા હતા. ઘટના બાદ પોલીસે પ્રાથમિક તબક્કે અપહરણની ફરીયાદ નોંધાઈ છે અને તેની સાથે દુષ્કર્મ થયું હોવાની શંકા સેવાઈ રહી છે. જા કે હકીકત તપાસ બાદ જ બહાર આવશે.
નારોલ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં પરિવાર સાથે રહેતી ૧૪ વર્ષીય કિશોરી ૧૧મી તારીખે નજીકમાં રહેતી પોતાની ફોઈનાં ઘરે ગઈ હતી. જ્યાંથી પરત ફરતાં સવારે સાડા નવ વાગ્યે હાઈફાઈ ચાર રસ્તા નજીકથી અજાણ્યા શખ્સે પાછળથી રૂમાલ વડે તેનું મોં દબાવીને અપહરણ કર્યું હતું. ત્યારબાદ કિશોરીને કંઈજ યાદ નહોતું. ત્રણ કલાક બાદ તે હાઈફાઈ ચાર રસ્તાથી થોડેક દુર ક્યાંક હતી. જ્યાંથી ચાલતી ચાલતી નજીકની સોસાયટમાં જતાં રહીશોએ તેને પોલીસને સોંપી હતી. નારોલ પોલીસે બેસાડીને તેની પૂછપરછ કરતાં હતા.
એ દરમિયાન તેનાં માતા-પિતા કિશોરીને શોધતાં આવી પહોંચ્યા હતાં. આ ઘટના બાદ પોલીસે હાલમાં અપહરણ ફરિયાદ નોંધીને કિશોરીને મેડીકલ ચેકઅપ માટે મોકલી આપી છે અને તેનાં અપહરણમાં કેટલાં શખ્સો સામેલ હતા અને તેની સાથે દુષ્કર્મ થયું છે કે કેમ એ બાબતે તપાસ ચલાવી રહી છે. પોલીસને સગીરાના નિવેદનને લઈને અનેક શંકા કુશંકા જઈ રહી છે. જેના પગલે જે સ્થળેથી તે મળી આવી હતી તેની આસપાસના સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે.