Western Times News

Gujarati News

માતા-પિતાએ પુત્રીને શાળામાંથી ઉઠાડી મુકતા દીકરીએ ઘર છોડ્યું

પ્રતિકાત્મક

વડોદરા, છોટાઉદેપુરમાં રહેતી ૧પ વર્ષીય બાળકીને ભણવુ હોવા છતાં તેના માતા-પિતા તેને શાળામાંથી ઉઠાડી લઈને ખેતમજુરી કરાવતા હતા. જેના કારણે દિકરી ઘરેથી કાકાને ત્યાં જવા માટેે વડોદરા આવવા નીકળી ગઈ હતી. જાેે કે કાકાના ઘરનું સરનામું ખબર ન હોવાને કારણે તે મુંઝવણમાં મુકાઈ ગઈ હતી.

અને સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર બેઠી બેઠી રડી રહી હતી. આ અંગે ત્રાહિત વ્યક્તિએ અભયમ ને જાણ કરી હતી. અભયમની ટીેમે સગીરાનુૃ કાઉન્સેલીંગ કરીને તના મા-બાપનો સંપર્ક સાધ્યો હતો. ટીમે કાકાનુૃ સરનામુૃ મેેળવી સગીરાને ઘરે પહોંચાડીહ તી. અને માતા-પિતાને પણ ભણતરનુૃ મહત્ત્વ સમજાવ્યુ હતુ.

છોટાઉદેપુરમાં રહેતુ દંપત્તિ અને મજુરી કરીને પરિવારનુૃ ગુજરાન ચલાવતા હતા. તેઓએ તેમની ૧પ વર્ષની દિકરીને પણ પ ધોરણ સુધી ભણાવીને શાળામાંથી ઉઠાડીને તેની પાસે ખેતરમાં કામ કરાવતા હતા. જાે કે દિકરીને ભણવુ હોવાને કારણે તે રવિવારે ઘરમાં કોઈને કહ્યા વિના જ કાકાને ઘરે વડોદરા આવવા માટે નીકળી ગઈ હતી. વડોદરા પહોંચ્યા બાદ કાકાના ઘરનું સરનામું ખબર ન હોવાને કારણે એ બસ સ્ટેશનમાં બસીને રડી રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.