વીડિયોકોલ રિસીવ કરતાં જ યુવતી નગ્નઃ વેપારીએ ૩.૩૩ લાખ ગુમાવ્યા
વડોદરા, ફેસબુક પર આવેલી ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકાર્યા બાદ શહેરના હરણી રોડ વિસ્તારના વેપારીએ કુલ રૂ.૩.૩૩ લાખ ગુમાવ્યા હતા. ફેસબુકથી મેળવેલા વોટસએપ નંબર પર વાત કરી વીડિયકોલનું સ્ક્રીન રેકોડિંગ કરી સાયબર માફિયાઓએ બ્લેકમેલ કરી વેપારી પાસેથી તબકકાવાર પૈસા પડાવી સીબીઆઈમાંથી બોલું છું તેમ કહી વધારે પૈસા પડાવવાનો પણ કારસો ઘડયો હતો.
હરણીરોડ વિસ્તારની સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષના વેપારીએ સાયબરક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તા.ર૮ની રાત્રે મારા ફેસબુક એકાઉન્ટમાં યુવતીના નામની ફ્રેન્ડ રિકવેસ્ટ આવતા મેં તેને સ્વીકારી હતી. થોડા સમય બાદ એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી વોટસએપ મેસેજ આવ્યો હતો જેમાં મેસેજ કરનારે પોતાનું નામ જણાવ્યું હતું આ વોટસએપ નંબર પર મારી મેસેજથી વાત થતી હતી.
તેણે મને વીડિયોકોલ દ્વારા વાતચીત કરશે તેમ જણાવ્યું હતું અને બાદમાં તેનો વીડિયોકોલ આવતા મેં ઉપાડતા જ સામે એક યુવતી નગ્ન હતી અને મારી જાણ બહાર આ અંગત વીડિય કોલનું સ્કિન રેકોડિંગ કરી લીધું હતું. આ રેકોડિંગના વીડિયો બનાવી બાદમાં મને વોટસએપ પર મોકલ્યો હતો અને તેને વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી.
યુવતીએ મને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને વીડિયો ડીલીટ કરવાના બહાને મારી પાસેથી ટુકડે ટુકડે રૂ.૩.૩૩ લાખ ઓનલાઈન ટ્રાન્ઝેકશનથી પડાવ્યા હતા. તા.૧ ડિસેમ્બરના રોજ બપોરે એક અજાણ્યા નંબર પરથી વોટસએપ કોલ આવ્યો હતો અને સીબીઆઈ ઓફિસરના નામે પણ વધુ પૈસાની માંગણી કરી હતી.