ભાભરમાં સ્કુલના શિક્ષક-છાત્રોના ત્રાસથી વિદ્યાર્થિનીનો આપઘાત
પાલનપુર, ભાભરની એક સ્કુલમાં એક સગીરા ગણિતના શિક્ષક અને ૪ વિદ્યાર્થીઓની છેડતીનો ભોગ બની હતી જેના કારણે બદનામીના ડરથી છાત્રાએ કલાસમાં જવાનુ બંધ કરી દીધું હતું અને તેના કારણે અભ્યાસ બંધ થઈ જતા તે સતત ટેન્શનમાં રહેતી હતી. તેમજ છાત્રો અને શિક્ષકે ઉતારેલો વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા હતા. girl suicide for teacher harrasment
આથી તેણીએ દસ દિવસ પહેલા આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ સાચી હકીકત બહાર આવતા આ અંગે સગીરાના કાકાએ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ભાભરમાં આવેલી એક સ્કુલમાં ભણતી સગીરા સ્કૂલમાં કોચિંગ કલાસમાં અભ્યાસ અર્થે ગઈ હતી જયાં કલાસરૂમમાં સ્કૂલના ગણિત વિષયના શિક્ષક નવીન દરજી અને ચાર વિદ્યાર્થીઓએ છેડતી કરી હતી અને મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો આથી બદનામીના ડરથી છાત્રાએ કલાસમાં જવાનું બંધ કરી દેતા
તેનો અભ્યાસ બંધ થઈ જતા તે સતત ટેન્શનમાં રહેતી હતી તેમજ છાત્રો અને શિક્ષકે ઉતારેલો વિડીયો વાયરલ કરવાની અવારનવાર ધમકી આપતા હતા છેવટે મરવા માટે મજબૂર થઈ હતી અને દસ દિવસ અગાઉ તા.૬.૬.ર૦રરના રોજ આપઘાત કરી લીધો હતો.
આ અંગે સગીરાના કાકાએ આપઘાત કરવા માટે મજબુર કરનાર શિક્ષક નવીનભાઈ માલાભાઈ દરજી અને છાત્રો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.