૯થી ૧૪ વર્ષની કિશોરીઓને વિના મૂલ્યે સર્વાઇકલ કેન્સરની રસી અપાશે
નવી દિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણ આજે મોદી સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં ખેડૂતો અને મહિલાઓ માટે મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી રહી છે. બજેટ ભાષણમાં નાણામંત્રી નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે સરકાર મિશન સર્વાઇકલ કેન્સર રસીકરણને પ્રોત્સાહન આપશે. ૯થી ૧૪ વર્ષની કિશોરીઓને વિનામૂલ્યે રસી આપવામાં આવશે.
સર્વાઇકલ કેન્સરની વધતી સંખ્યાને ઘટાડવા માટે, કેન્દ્ર સરકાર હ્યુમન પેપિલોમાવાયરસ અથવા એચપીવી રસી- સીઈઆરવીએવીએસીને લાગુ કરવા માટે તૈયાર છે. નિષ્ણાતોના મતે, સર્વાઇકલ કેન્સર ભારતમાં બીજા નંબરનું સૌથી સામાન્ય કેન્સર છે. દર વર્ષે દેશમાં ૧,૨૦,૦૦૦થી વધુ મહિલાઓ સર્વાઇકલ કેન્સરનો ભોગ બને છે. તેમાંથી વાર્ષિક અંદાજે ૭૭,૦૦૦ મહિલાઓ મૃત્યુ પામે છે.
તેને ધ્યાનમાં રાખીને સરકારે આ દિશામાં મહત્ત્વપૂર્ણ પગલાં લીધાં છે. કેન્દ્ર સરકારે સર્વાઇકલ કેન્સરની રસી એચપીવી ૯થી ૧૪ વર્ષની કિશોરીઓને ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી છે.
કેન્દ્ર સરકાર ત્રણ વર્ષમાં ત્રણ તબક્કામાં કામ કરશે અને એવી અપેક્ષા છે કે અભિયાનનો બીજાે તબક્કો આ વર્ષના ઉત્તરાર્ધમાં શરૂ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર પાસે પ્રથમ તબક્કા માટે જરૂરી રસીના ૬.૫થી ૭ કરોડ ડોઝનો સ્ટોક છે. SS2SS