ટૂંકા વસ્ત્રો પહેરીને યુવતીઓ મંદિરમાં પ્રવેશ નહીં કરી શકશે નહિં
(એજન્સી)નવી દિલ્હી, ઉત્તરાખંડના ત્રણ મંદિરોમાં મહિલાઓ અને યુવતીઓ માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. હરિદ્વારનું દક્ષ પ્રજાપિત મંદિર, પૌડીનું નીલકંઠ મહાદેવ મંદિર અને દેહરાદૂનના ટપકેશ્વર મહાદેવ મંદિરમાં યુવતીઓ ટૂંકા કપડા પહેરીને દર્શન માટે જઈ શકશે નહીં. આ ત્રણ મંદિરોનું સંચાલન કરતા મહાનિર્વાણ અખાડાએ આ આદેશ જાહેર કર્યો છે. Girls wearing short dresses will not be allowed to enter the temple
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્કર્ટ અથવા શોર્ટ્સ પહેરીને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. જે મહિલાઓનું શરીર ૮૦ ટકાથી વધુ ઢંકાયેલું હોય તે જ મંદિરમાં પ્રવેશ કરી શકશે. અખાડાના સેક્રેટરી મહંત રવિન્દર પુરીએ કહ્યું કે ભક્તોએ મંદિરોમાં દેશના પરંપરાગત વસ્ત્રો પહેરવા જાેઈએ.
અગાઉ લોકોને મંદિરોની પવિત્રતા જાળવવા અપીલ કરવામાં આવી હતી. હવે આ માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે. દહેરાદૂનના ટપકેશ્વર મહાદેવ મંદિરમાં આ માટે એક બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. ઉત્તરાખંડ પહેલા નાગપુરના ૪ મંદિરોમાં પણ ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્ર ટેમ્પલ ફેડરેશને ૨૬ માર્ચે માહિતી આપી હતી કે ગોપાલકૃષ્ણ મંદિર (ધંતોલી), સંકટ મોચન પંચમુખી હનુમાનજી મંદિર (બેલોરી-સાવનેર), બૃહસ્પતિ મંદિર (કાનોલીબારા) અને હિલટોપ દુર્ગામાતા મંદિર (માનવતા નગર)માં જાે વાંધાજનક કપડાં પહેરીને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.