જૂનાગઢમાં દેશી દારૂની હાટડીઓ હટાવાનો પોલીસનો દેખાડો
ગિરનારની ગોદમાં ઠેર-ઠેર ધમધમતી ભઠ્ઠીઓ સામે પોલીસ અને વન વિભાગ ઘૂંટણીયે
જૂનાગઢ, બોટાદના લઠ્ઠાકાંડ પછી ગુજરાત પોલીસ હરકતમાં આવી છે. દેખાડા પૂરતા જ પોલીસ કેસ કરે છે તેવી ફરિયાદો પ્રજામાંથી ઉઠી છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં આવા ઠેર ઠેર હાટડા ધમધમે છે. પોલીસ અજાણતાનો દેખાડો કરે છે. તેથી આવા કિસ્સાની નોબત નકારી શકાતી નથી ત્યારે આ દૂષણને ડામવા થાણા અમલદારોની જવાબદારી નકકી કરવી પડશે તે સિવાય દૂષણ દૂર થઈ શકે તેવી શક્યતા ઓછી છે.
નરસૈયાની નગરી જૂનાગઢમાં દેશી દારૂના ઠેર ઠેર અડ્ડા છે, તેમાં ગિરનારની ગોદ (જંગલ)માં ઠેર ઠેર દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે ત્યાંથી શહેર તથા આસપાસના વિસ્તારમાં માલ પહોંચે છે. આ પાછળ પોલીસ અને ફોરેસ્ટ વિભાગની મિલીભગત મનાય છે, તેથી અસામાજિકો પોતાની દુકાનો ચલાવે છે, જે જગજાહેર છે.
આવી રીતે જિલ્લાના મોટાભાગના ગામોમાં દેશી દારૂ મળે છે, તેથી દારૂ બનતો હોય તો જ મળી શકે, દારૂનું સેવન કરનારની સંખ્યા ખાસ્સી છે પોલીસ આ બધું જ જાણે છે પણ સ્વાર્થની આંધીમાં અંજાય ફરજ નિષ્ઠા ભૂલાય કે તે વાસ્તવિકતા છે. દારૂનું સેવન કરનારાઓ અજાણ્યા વિસ્તારમાંથી પોતાની જરૂરિયાત સંતોષ છે તેવો બતાવે છે કે દેશી દારૂ ઠેર ઠેર ગળાય છે.
દારૂની બદી ડામવાની પોલીસની નૈતિક જવાબદારી છે પણ શા માટે અમલ થતો નથી? તે સવાલ સૌને છે અને તેનો જવાબ સૌ કોઈ જાણે છે. દેશી દારૂની પ્રવૃતિથી અમુક પરિવારો સદ્વર થાય છે જયારે હજારો પરિવારો બરબાદ થાય છે.
જૂનાગઢ શહેરમાં દેશી દારૂના પીઠા ગણાય તે પંચેશ્વર, મુબારક બાગ, ગાંધી ગામના રાજીવનગર, લીરબાઈ પરા, દોલતપરા, જીઆઈડીસી, ધારાગઢ દરવાજાે, સાબલપુર, સરગવાડા, પાદરિયા સહિતના વિસ્તારો છે ત્યાં દરરોજ દેશી દારૂ ગળાય છે અને વિતરણ થાય છે.
આ પ્રવૃતિથી સામાન્ય પોલીસ જવાન પરિચિત છે પણ નકકર કાર્યવાહી થતી નથી, માત્ર પોલીસ કામગીરી બતાવવા ખાતર કેસ કરે છે. આ માગેલ કામગીરીના પરિણામે જ લઠ્ઠાકાંડ સર્જાય છે. દારૂના ધંધાર્થીઓમાં જાે પોલીસની કોઈ ધાક રહી નથી તે વાસ્તવિકતા છે છતાં ઉચ્ચ અધિકારીઓ આંખ મિચામણા કરે છે.
સમાજને બરબાદ કરનાર આ પ્રવૃતિ કે કડક હાથે ડામવા માટે જે તે થાણા અમલદાર અને બીટ જમાદારની જવાબદારી ફિકસ કરવામાં આવે તો જ આ દૂષણ ડામી શકાય તેમ છે. બોટાદના લઠ્ઠાકાંડ બાદ જૂનાગઢ પોલીસે કામગીરી શરૂ કરી છે પણ આ દૂષણને ડામવા જેવી નથી પોલીસ ધારે તો અસામાજિક પ્રવૃતિ જડમૂળથી દૂર થઈ શકે તેમ છે. આ માટે પોલીસની ઈચ્છાશક્તિ અને રાજકીય પીઠબળ જરૂરી છે.