Western Times News

Gujarati News

જૂનાગઢ : ૨૪મી ઓક્ટોમ્બરે ગિરનાર રોપ-વેનું લોકાર્પણ

જૂનાગઢ: જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ગિરનાર રોપ-વેના લોકાર્પણનો દિવસ નજીક આવી ગયો છે. (Girnar Junagadh, Gujarat rope way installation ceremony on 24th October, 2020)  આગામી ૨૪મી ઑક્ટોબરને ગિરનાર રોપવેના લોકાર્પણની તારીખ નક્કી કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીના સ્વપ્નનો આ પ્રોજેક્ટ વર્ષો સુધી અટવાયા બાદ પૂરજોશમાં ચાલી રહ્યો હતો

ત્યારે આગામી ૨૪મી ઑક્ટોબરે ગિરનાર રોપૃવે પ્રોજેક્ટને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે. વડાપ્રધાન મોદી ગિરનાર રોપ-વે પ્રોજેકટનું ઇ લોકાર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે ગિરનારના અંબાજી સુધીનો આ રોપવે જૂનાગઢ – એશિયાનો સૌથી મોટો રોપવે પ્રોજેકટ છે. અંબાજી સુધીનું અંતર જ ૫૦૦૦ કરતાં વધુ પગથિયાનું છે

ત્યારે આ રોપવે એક બેંચ માર્ક સાબિત થશે. હાલમાં ગિરનાર રોપ-વે માટે આવેલી ટ્રોલીનું ટ્રાયલ રોજ કરવામાં આવે છે. લોડ ટ્રાયલ સાથે એર વેન્ટિલેશન વગેરેનું અવલોકન કરવામાં આવી રહ્યું છે. ગિરનાર રોપ-વેની ઊંચાઇ અને હવાના દબાણને ધ્યાનમાં રાખતા આ રોપ-વેની ટ્રોલી કાચ વાળી પેક રાખવામાં આવશે. રોપ-વેમાં સેફ્ટિની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને કોઈ હોનારત થાય તો રેસ્ક્યૂ માટેના કેટલાક પોઇન્ટ નક્કી કરવાં આવ્યા છે. ગિરનાર રોપવે માટે વર્ષો સુધી રાહ જોવામાં આવી હતી. રોપવેના પ્રથમ નક્કી કરાયેલા રૂટમાં ગિરનારી ગીધના માળા આવતા હોવાથી તે રૂટ પડતો મૂકવાની ફરજ પડી હતી.

એક સમયે તો કેન્દ્રની યુપીએ સરકારે (UPA Government)  આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જોકે, વડાપ્રધાન મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે શિલાન્યાસ કરવામાં આવેલા પ્રોજેક્ટને પર્યાવરણની લીલી ઝંડી મળ્યા બાદ નવો રૂટ પસંદ કરવામાં આવ્યો હતો. નિયત સમય મુજબ ગત વર્ષે દિવાળીએ જ પ્રોજેક્ટ શરૂ કરવાની ગણતરી હતી પરંતુ ગિરનાર રોપવની ટેકિનિકલ ચેલેન્જીસ અને ત્યાર બાદ કોરોના વાયરસના કારણે આવેલા લોકડાઉનના લીધે આ પ્રોજેક્ટ અટવાયા કર્યો હતો. જોકે, પ્રાપ્ત અહેવાલો મુજબ આગામી ૨૪મી ઑક્ટોબરે આ રોપવે વડાપ્રધાન મોદી રાષ્ટ્રને સમર્પિત કરશે. (Prime Minister Narendra Modi)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.