Western Times News

Gujarati News

ગીતામંદિર બસ ડેપો પર વેઇટિંગ રૂમ ૮ વર્ષથી બંધ: ધૂળના થર જામ્યાં

GSRTC st bus gujarat

પ્રતિકાત્મક

વેઇટિંગ રૂમમાં ધૂળના થર જામ્યાં-મુસાફરો માટે બનાવવામાં આવેલો વેઇટિંગ રૂમ બંધ છે તંત્ર પણ આંખ આડા કાન કરી રહ્યુ હોય તેમ લાગે છે

અમદાવાદ , અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૧૫માં ગીતા મંદિર બસ પોર્ટને જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કે, અહીં આવતા મુસાફરોને એરપોર્ટ જેવી સુવિધાઓ મળશે. અહીં સામાન્ય પ્રજા માટે ડિલેક્સ વેઇટિંગ રૂમ બનાવવામાં આવ્યો છે.

બસપોર્ટ બન્યાંને આઠ વર્ષ વીતી ગયા છતાં હજુ સુધી વેઇટિંગ રૂમ બંધ હાલતમાં છે. ફોલ શિલિંગના પોપડા પડી રહ્યા છે તો વળી તેમાં વપરાયેલી લોખંડની સાધન-સામગ્રી કાટ ખવાઈ ગઈ છે. તો સિટિંગ વ્યવસ્થા ધૂળ ખાય છે. ત્યારે હવે એ જાેવું રહ્યુ કે, ક્યારે આ વેઇટિંગ રૂમને ખુલ્લું મૂકવાનું મૂર્હુત આવે છે!

એરપોર્ટ જેવી બસપોર્ટ પર સુવિધા આપવાના દાવા કરતા એસટી નિગમને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે, કંપનીને નોટિસ આપી છે. જાે કે, હબટાઉન કંપનીને છેલ્લા ૮ વર્ષમાં અનેક નોટિસ આપવામાં આવી છે તેમ છતાં પણ બસપોર્ટ પર પ્રવાસીઓને સુવિધા આપવામાં કોઈ રસ ન હોય તેવું વર્તન કરી રહ્યા છે

અને હબટાઉન કંપની એસટી નિગમના અધિકારીઓની નોટિસને ગણકારતા પણ નથી. હબટાઉન કંપની એરપોર્ટ જેવી સુવિધા બસપોર્ટ પર આપવામાં નિષ્ફળ રહી છે. તેમ છતાં પણ તંત્ર હબટાઉન કંપની સામે આંખ આડા કાન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. બસપોર્ટ નવું છે, પરંતુ પ્રવાસીઓની સુવિધા જૂની છે.

ડિલેક્સ રૂમ તો બંધ છે, પરંતુ મુસાફરોને ડિલેક્સ રૂમ અથવા તો ઉપરના માળમાં જવા માટે લિફ્ટ બનાવવામાં આવી હતી તે પણ ખખડધજ હાલતમાં જાેવા મળી રહી છે અને મુસાફરોને અવ્યવસ્થાનો સામનો કરવો પડી રહ્યો છે.

ડિલેક્સ રૂમ મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવ્યો હતો અને મેન્ટેનન્સ કરવાનું કામ હબટાઉન કંપનીને સોંપવામાં આવ્યું હતું. અમે કંપનની નોટિસ આપી છે. ૧ મહિનામાં ડિલેક્સ રૂમ ચાલુ કરી દેવાની કંપનીએ ખાતરી આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.