ગીતાંજલીને પાણીનો ડર હોવા છતાં બોટ સવારીની મઝા માણી
એન્ડટીવી પર ઘરેલુ કોમેડી હપ્પુ ઉલટન પલટનમાં ગીતાંજલી મિશ્રાનો પ્રવેશ સાથે નવી રાજેશ સિંહ (રજ્જો) દર્શકોમાં ભારે રોમાંચ જગારી રહી છે. દરમિયાન અભિનેત્રી શહેરો જોવામાં અને તેના ચાહકો સાથે જોડાવામાં વ્યસ્ત છે.
તાજેતરમાં અભિનેત્રીએ સરોવરોનું શહેર ભોપાલની મુલાકાત લીધી હતી, જ્યાં તેના ચાહકોને મળવા ઉપરાંત તેણે ભરપૂર શોપિંગ કર્યું, ખાધુંપીધું અને બોટ સવારી પણ કરી હતી. પાણીના ડર છતાં અભિનેત્રીએ ભોપાલમાં અપ્પર લેકના નયનરમ્ય સૌંદર્યનો અદભુત નજારો જોયા પછી બોટ સવારી કરી હતી.
બોટિંગના અનુભવ અને પાણીના ડરમાંથી બહાર આવવા વિશે હપ્પુ કી ઉલટન પલટનમાં ગીતાંજલી મિશ્રા ઉર્ફે રજ્જો કહે છે, “ઈમાનદારીથી કહું તો આરંભમાં અપ્પર લેકની પાણીની સપાટી જોઈને મારા ધબકારા વધીને જાતજાતના વિચારો આવવા લાગ્યા હતા.
મેં પોતાને પ્રશ્ન પૂછ્યો હતોઃ શું હું આ માટે તૈયાર છું? મને મારા જીવનભરમાં પાણીનો ડર રહ્યો છે, કારણ કે મને સ્વિમિંગ આવડતું નથી. આમ છતાં આ સૌથી પ્રાચીન કૃત્રિમ લેકે મને મોહિત કરી દીધી, જેને લઈ હું બોટ સવારી કરવા માટે પ્રેરિત થઈ. લાઈફજેકેટ પહેરીને હું બોટમાં ગઈ અને બોટ ચાલુ થતાં મારા પગ ધ્રૂજવા લાગ્યા હતા.
જોકે બોટે ગતિ પકડ્યા પછી મારો રોમાંચ વધ્યો અને ધીમે ધીમે મારો ડર દૂર થઈ ગયો. બોટની સામે અથડાતા પાણીથી મજેદાર મેલડી ઉદભવી હતી અને સીનરી અદભુત હતી. મારી આસપાસ કલરવ કરતાં પક્ષીઓ અને મારા વહાણ આસપાસ છબછબિયાં કરતી નાની માછલીઓ અને સુંદર હવામાન આ બધું જ અત્યંત આહલાદક હતું.
ઈમાનદારીથી કહું તો બોટિંગ નિસર્ગનું સૌંદર્ય નિરીક્ષણ કરવા અને માણવા માટે અદભુત અભિગમ છે. નિસર્ગ સાથે મને જોડાણ કરવાની અને તાજગીપૂર્ણ હવા અનુભવવી તેમ જ લેકના પાણીના લયાત્મક નૃત્યને જોવાની મજા આવી, જે ખરેખર કાયાકલ્પ કરનારો અનુભવ રહ્યો. પોતાની બધી ચિંતાઓ દૂર કરીને નિસર્ગમાં ડૂબવા મળ્યું અને બોટમાં લાંબો સમય વિતાવ્યો.
અમુક સમય પછી અમે ટાપુ પર પહોંચ્યા, જ્યાં લેકના હૃદયમાંથી વિશાળ ભોપાલ શહેરનો મનોરમ્ય નજારો મને જોવા મળે. બોટમાંથી ઊતર્યા પછી આ સિદ્ધિમાં સિદ્ધ કરી હોય તેવો અનુભવ થયો. નિઃશંક રીતે મારા જીવનમાં આ સૌથી યાદગાર અવસર હતો, જે કાયમ માટે યાદ રહેશે.”
ચાહકો અને દર્શકો સાથે મળી તે વિશે રોમાંચિત ગીતાંજલી કહે છે, “દેખીતી રીતે જ તે યાદગાર અનુભવ હતો. પરિચિત મુલાકાતો વચ્ચે ચાહકો અને દર્શકોની ઉષ્મા અને સરાહનાએ મારું મન જીતી લીધું.
રજ્જો તરીકે વહાલથી જ્ઞાત મને શોમાં નવી રાજેશ તરીકે મારા પ્રવેશ માટે ભરપૂર શુભેચ્છાઓ મળી. તેમનો બેસુમાર ટેકાએ મારો દિવસ સુધારી દીધો. દર્શકોએ તેમની નવી દબંગ દુલ્હનિયાને એટલા વહાલથી આવકારી કે હું રોમાંચિત થઈ ઊઠી અને દરેકનો મનઃપૂર્વક આભાર માન્યો.”