Western Times News

Gujarati News

ર લાખ આપી ૧૦ લાખની 2000 ના દરની નોટ લઈ જાવઃ ત્રણ ઠગની ધરપકડ

અગાઉ ભાવનગરના પાન પાર્લરમાં વેપારી સાથે ર લાખની ઠગાઈ કરાઈ હતી

રાજકોટ, રૂ.ર લાખ આપી ૧૦ લાખની ર૦૦૦ વાળી નોટ લઈ જાવ તેમ કહી ઠગાઈ કરતા હતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધો છે. રાજકોટ, ભાવનગર, મહીકાના શખ્સની રાજકોટ રૂરલ પોલીસે ધરપકડ કરી છે. અગાઉ ભાવનગરના પાન પાર્લરના વેપારીને આટકોટ બોલાવી ર લાખની છેતરપિંડી કરાઈ હતી. ભાવનગરના જગદીશી ઉર્ફે રાજુ પ્રજાપતી વાંકાનેર તાલુકાના મહીકાના સંજય પ્રજાપતી અને રાજકોટના શૈલેષ ઉર્યે ગાંગા કોળીને દબોચી લેવાયા છે.

આટકોટ પોલીસ મથકે તા.ર૧ના રોજ ફરીયાદી મુકેશ ઉર્ફે મુન્નાભાઈ હિંમતભાઈ ચૌહાણ ઉ.વ.૩પ ભાવનગર એ ફરીયાદમાં જણાવ્યું કે, હુેં મારી રાધે ગોવિંદ પાન સેન્ટર દુકાનમાં બેસી વેપાર ધંધો કરું છું મારા મિત્ર નવલભાઈ મનુભાઈ વાઘેલા રહે. ભાવનગર એ મને ૭૦૦ ના ભાવની સોપારી પ૦૦ની એક કિલોના ભાવે સોપારી રાજકોટથી અપાવી દેશે તેવી વાત કરેલી.

તેને આ વાત કરનાર કોઈ અજાણ્યા વ્યકિતએ ફરી ફોન કરી ર૦૦૦ વાળી ૧૦ લાખની નોટ બદલવી છે. તેમ વાત કરી બદલો કરી આપશો તો ૧૦ ટકા કમીશન મળશે તેમ કહયું હતું. જે નોટ લેતી વખતે ડીપોઝીટ પેટે ર લાખ આપવા પડશે તેમ કહયું હતું.

મે બદલી આપવાની હા પાડતા તા.ર૧-૭-ર૦ર૩ના સવારના નવલ અને હું આટકોટ જસદણ ચોકડીએ આવ્યા હતા. અહી બે માણસો આવેલ અને અમને કહેલ કે તમારી સાથે મંગાવેલ રૂા.ર લાખ લાવો અમે રૂ.ર૦૦૦ની નોટો બીજી જગ્યાએ રાખેલ છે.

ત્યાંથી લઈને તમને રૂા.૧૦ લાખ આપીને રૂ.ર લાખ ભરેલી બેગ અજાણ્યામાંથી એક માણસોને આપેલ અને તે પૈસાની બેગ લઈને જતો રહયો હતો.

સીસીટીવી ટેકનીકલ અને હ્યુમન રીસોર્સની મદદથી હીરાની દલાલી કરતા જગદીશ ઉર્ફે રાજુ હિરજીભાઈ પીપલીયા  (ઉ.વ.૪૧ ભાવનગર તેમજ ઈમીટેશશનનો વ્યવસાય કરતા શૈલેષ ઉર્ફે ગાંગો કેશુભાઈ સુતરીયા ઉ.વ.૩૭ રહે. રાજકોટ અને ડ્રાઈવીગગ કરતા સંજય ધીરૂભાઈ ચૌહાણ ઉ.વ.૩૭ રહે. મહીકા તા.વાંકાનેર હાલ રહે. રાજકોટની ધરપકડ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.