વધુ પ્રમાણમાં બાળકોને મોબાઈલ આપવો આંખો માટે જાેખમકારક:
ભરૂચમાં મુક બધિર કિશોરની ત્રાસી આંખ થતા મોતિયોનું સફળ ઓપરેશન-ડિજિટલ યુગમાં વધુ પ્રમાણમાં બાળકોને મોબાઈલ આપવો-આંખો માટે જાેખમકારક હોવાનું જણાવતા તબીબ મિલન પંચાલ
(પ્રતિનિધિ) ભરૂચ, મુક બધીર બાળકને શરીરમાં શું થાય છે તેની જાણ કરવી તો કોને કરવી તે પ્રશ્ન ઉભો થતો હોય છે.ત્યારે આવા જ એક મુક બધીર ૧૨ વર્ષીય કિશોરની આંખ ત્રાસી થવા લાગતા પરિવારે તપાસ કરાવતા આ દરમ્યાન આંખનો મોતિયો પાકી ગયો હોય( Giving more mobile phones to children is dangerous for the eyes)
અને ઓપરેશન ન થાય તો કાયમ માટે આંખ જઈ શકે તેવી સ્થિતિ હોવાના કારણે ભરૂચના નિષ્ણાંત તબીબોએ તાત્કાલિક મોતિયાનું ઓપરેશન કરી મુક બધિર બાળકની આંખ બચાવી તેને રોશની અપાવી છે.
કહેવાય છે ને કે મુક બધિર એટલે બોલી અને સાંભળી ન શકે તેણે પોતાની વેદના કોઈને કહેવી અને જાે કહેવી હોય તો કેવી રીતે કહે…આવો જ એક કિસ્સો મુક બધિર ભરૂચ તાલુકાના દયાદરા ગામનો ૧૨ વર્ષીય કિશોર બલદેવ વસાવા કે જે બોલી અને સાંભળી શકતો નથી તેને આંખમાં તકલીફ હતી પરંતુ તે કોને કહી શકે.
મુક બધીર કિશોરની એક આંખમાં ઓછું દેખાતું હતું પરંતુ તે પોતાના પરિવારને કહી શકતો ન હતો.મુક બધીર કિશોરની એક આંખ ત્રાસી થવા લાગી હોવાનું પિતાના ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ નારાયણ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે તપાસ અર્થે લઈ ગયા હતા.
નારાયણ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે તપાસ દરમ્યાન તબીબ મિલન પંચાલ તથા આંખના નિષ્ણાંત તબીબોએ તપાસ કરતા મુક બધિરની એક આંખમાં મોતિયો હોય અને તે પાકી ગયો હોવાના કારણે તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂર ઊભી થઈ હતી.
લાંબા સમય સુધી મુક બધિર કિશોરને તપાસ સાથે હોસ્પિટલ ખાતે ન લવાયો હોત તો તેની આંખની જામરને નુકસાન થવાના કારણે તેણે કાયમ માટે પોતાની એક આંખ ગુમાવવાનો વારો આવી શકે તેવી સ્થિતિ હતી.જેથી તાત્કાલિક ધોરણે આંખના નિષ્ણાંત તબીબો મિલન પંચાલ,સર્જન માનસી પરીખ અને એનેસ્થેતિક રાજેશ દલાલ ની મદદથી કિશોરની આંખોનું સફળ ઓપરેશન કરી તેની કાયમ માટે જતી રહેનારી આંખને બચાવી તેની રોશની અપાવી માનવતા મહેકાવી છે.
૧૨ વર્ષીય મુક બધિર ની આંખનું સફળ ઓપરેશન થતા પરિવારજનોમાં ખુશીની લાગણી વર્તી છે અને તેઓના મુક બધિર પુત્રને રોશની અપાવનાર તમામ તબીબો અને સ્ટાફ સહિત હોસ્પિટલનો આભાર માન્યો હતો.