GJEPCએ ભારતની સૌથી વધુ જ્વેલરીની નિકાસ કરનારાઓને બિરદાવવા 50મો ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ રજૂ કર્યો
• મહારાષ્ટ્રના ગવર્નર શ્રી રમેશ બૈસ અને શ્રી મુકેશ અંબાણી (સીએમડી, રિલાયન્સ ગ્રુપ)ના હસ્તે જીજેઈપીસીના 50મા આઈજેજી એવોર્ડથી બિરદાવવામાં આવ્યા
• શ્રી રશેલ મહેતા (રોઝી બ્લૂ)ને શ્રેષ્ઠ લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા
• વુમન આંત્રપ્રિન્યોર ઓફ ધ યર અને બેસ્ટ બેન્ક સહિત 24 આઈજીજે એવોર્ડ્સ પુરસ્કૃત કરાયા
1 એપ્રિલ, 2024: જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)એ જ્વેલરીની સૌથી વધુ નિકાસ કરનારાને ભારતની શ્રેષ્ઠ નિકાસના તાજથી બિરદાવવા 50મો ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ્સ (આઈજીજેએ) રજૂ કર્યો હતો. જીજેઈપીસીએ કુલ 24 આઈજીજે એવોર્ડ રજૂ કર્યા હતા જાં 14 ઈન્ડસ્ટ્રી પર્ફોર્મન્સ એવોર્ડ, 7 સ્પેશિયલ રિકોગ્નિશન એવોર્ડ, 2 ફેલિસિટેશન એવોર્ડ અને 1 બેન્ક સપોર્ટિંગ ધ જેમ્સ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી એવોર્ડ સામેલ હતો. GJEPC : Shri Mukesh Ambani, Maharashtra Gov. Shri Ramesh Bais present GJEPC’s 50th India Gem & Jewellery Awards.
જેમોલોજીમાં વિશ્વની અગ્રણી સંસ્થા જિમોલોજિકલ ઈન્સ્ટીટ્યુટ ઓફ અમેરિકા દ્વારા સંચાલિત આઈજીજેએના આ એવોર્ડ સમારોહમાં મહારાષ્ટ્રના માનનીય ગવર્નર શ્રી રમેશ બૈસ અતિથિ વિશેષ રહ્યા હતા, જ્યારે શ્રી મુકેશ અંબાણીએ ( રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન અને એમડી) આઈજીજે એવોર્ડની 50મી એડિશનમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી હતી. જ્યારે જીજેઈપીસીના ચેરેમન શ્રી વિપુલ શાહ, વાઈસ ચેરેમન શ્રી કિરિટ ભણસાલી, ભારત ડાયમંડ બોર્સના પ્રેસિડન્ટ શ્રી અનુપ મહેતા, જીજેઈપીસીના પ્રમોશન્સ અને માર્કેટિંગ કન્વિનિયર શ્રી મિલન ચોક્સી, જીજેઈપીસીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર શ્રી સબ્યાસાચી રાય, જીઆઈએ-ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી શ્રીરામ નટરાજન સહિત ભારતના જેમ એન્ડ જ્વેલરી નિકાસ ઈન્ડસ્ટ્રીમાં અગ્રણીઓ, લીડર્સ ઉપસ્થિત રહ્યા હતા.
એવોર્ડ સમારોહમાં રોઝી બ્લૂ (ઈન્ડિયા)ના એમડી શ્રી રશેલ મહેતાને જેમ્સ એન્ડ જ્વેલરી સેગમેન્ટમાં પ્રેરણાદાયી પાત્ર તરીકે સેવા અને યોગદાન આપવા બદલ લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓએ મહારાષ્ટ્રના માનનીય ગવર્નર શ્રી રમેશ બૈસ અને શ્રી મુકેશ અંબાણી (ચેરમેન અને એમડી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.)ના હસ્તે એવોર્ડ સ્વીકાર્યો હતો.
મહારાષ્ટ્ર રાજ્યના માનનીય ગવર્નર શ્રી રમેશ બૈસે જણાવ્યું હતું કે, “જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) દ્વારા મુંબઈમાં 30 માર્ચ-24ના રોજ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ્સ ફંક્શનમાં ભાગ લેવા બદલ ઉત્સુક છું. ભારતની જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી દેશના જીડીપીમાં 7 ટકા યોગદાન આપે છે, તેજ 50 લાખથી વધુ લોકોને રોજગારી આપે છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર જેમ એન્ડ જ્વેલરીની નિકાસનું હબ છે. જીજેઈપીસી પણ ઈન્ડસ્ટ્રી અને તેના સભ્યો માટે વિવિધ પ્રયાસો મારફત બ્રાન્ડ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. મને વિશ્વાસ છે કે, કાઉન્સિલના સભ્યો ભારતની 5 લાખ કરોડની ઈકોનોમીના લક્ષ્યાંકને સિદ્ધ કરવા વધુને વધુ યોગદાન આપશે. હું જીઆઈઈપીસીની 50મી ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ્સથી સન્માનિત તમામ લોકોને અભિનંદન પાઠવુ છે, તેમજ તેમની ભાવિ યોજનાઓમાં સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવુ છું.”
ડાયમંડ, જેમ અને જ્વેલરીના વેપારીઓને સંબોધતા રિલાયન્સ ગ્રુપના સીએમડી શ્રી મુકેશ અંબાણીએ કહ્યુ હતું કે, “ડાયમંડના નિકાસકારોને બિરદાવવું છું, તેઓ ખરા અર્થમાં ઉદ્યોગસાહસિકતા અને એન્ટરપ્રાઈઝનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. હું 50માં ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ્સમાં તમામ પ્રતિષ્ઠિત એવોર્ડ વિજેતાઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આ પ્રતિષ્ઠિત એવોર્ડની સુવર્ણ જયંતિ માત્ર જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) માટે ગૌરવપૂર્ણ સફળતા નથી, પરંતુ તે ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગના ભવ્ય વારસા અને ઉજ્જવળ ભવિષ્યને પ્રતિબિંબ કરે છે.”
ગ્લોબલ લકઝરી માર્કેટમાં ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટ અગ્રણી તરીકે ઉભરી આવ્યું છે. તેમજ ભારતના નિકાસ અર્થતંત્રમાં પણ નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. જે મોટાપાયે રોજગારીની તકો પણ સર્જી રહ્યું છે. ઈન્ડસ્ટ્રી ઈનોવેશન આધારિત ગ્રોથ પર સતત ફોકસ કરી રહી છે, વિશ્વ આજે ભારતીય ડિઝાઈનની શક્તિ, ડિઝાઈનર્સની સર્જનાત્મકતા, ભારતના મટિરિયલ્સની ગુણવત્તા તેમજ પ્રોડક્ટની વિશાળ રેન્જ ગ્રાહકોને માગ સંબોધી રહી છે. પરિણામે ભારતીય જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી આગામી વર્ષોમાં વૈશ્વિક બજારમાં પોતાનો હિસ્સો બમણાથી વધુ કરવા સજ્જ છે.
આ સફળતા હાંસલ કરવા માટે જીજેઈપીસીના અથાગ પ્રયાસો તેમજ સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વના કારણે ઈન્ડસ્ટ્રી ઉંચાઈઓ હાંસલ કરવા તૈયાર છે. ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરીને વૈશ્વિક મંચ પર ચેમ્પિયન બનાવવા પાછળ સૌથી વધુ યોગદાન જીજેઈપીસી દ્વારા હાથ ધરવામાં આવતું સેક્ટર માટે રિસર્ચ, ટકાઉ પ્રવૃત્તિઓ તેમજ સ્કીલ ડેવલપમેન્ટની સુવિધાઓ છે. અનિશ્ચિત અર્થતંત્રના માહોલમાં જ્વેલરી ઈન્ડસ્ટ્રીનો ટકાઉ અને સ્થિર ગ્રોથ હાંસલ કરવા પાછળ સૌથી મહત્વની ભૂમિકા જીજેઈપીસીની રહી છે.
“મને વિશ્વાસ છે કે, જીજેઈપીસી દ્વારા વ્યૂહાત્મક માર્ગદર્શન તેમજ ઈનોવેશન અને અમારા આંત્રપ્રિન્યોર્સ અને પ્રોફેશનલ્સના જુસ્સા અને કૌશલ્યને પ્રોત્સાહન આપવાના પ્રયાસો ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીને નવી ઉંચાઈઓ હાંસલ કરવામાં મદદ કરશે. આગામી થોડા વર્ષમાં ભારતની જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી 100 અબજ ડોલરનો આંકડો ક્રોસ કરશે.”
આ સમારોહમાં જીજેઈપીસીના ચેરમેન શ્રી વિપુલ શાહે જણાવ્યું હતું કે, “આજે ભારત જેમ એન્ડ જ્વેલરી સેક્ટરમાં ગ્લોબલ લીડર તરીકે ઉભરી આવ્યું છે. આપણી નિકાસો સતત વધી રહી છે, સ્થાનિક બજારો પણ વિકસી રહ્યા છે, તેમજ અમારા કલાકારો તેમની આકર્ષક સર્જનાત્મકતા મારફત વિશ્વને પ્રેરિત કરી રહ્યા છે. આ સફળતા ઈન્ડસ્ટ્રીના સ્ટેકહોલ્ડર્સના અથાગ પરિશ્રમ, સમર્પણ, તેમજ વિઝનને આભારી છે. જીજેઈપીસીના આ ડાયનેમિક ઈન્ડસ્ટ્રીને ચેમ્પિયન બનાવવા અને આગળ વધારવામાં જીજેઈપીસીનું સમર્પણ ગ્લોબલ જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટમાં મુખ્ય ખેલાડી તરીકે ભારતની પ્રતિષ્ઠાને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ રહ્યું છે. વૈશ્વિક બજાર ગતિશીલ છે અને ભારતીય જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી ઈનોવેશન, સ્થિરતા અને જવાબદાર સ્રોતો મારફત આ સ્પર્ધાત્મક માહોલમાં આકરી ટક્કર આપવા સજ્જ છે. 50માં ઈન્ડિયન જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ્સમાં અમે વ્યક્તિગત નિકાસકારોની નોંધનીય સિદ્ધિઓને બિરદાવવા ઉપરાંત ઈન્ડસ્ટ્રીના સામૂહિક પ્રયાસોને પણ વેગ આપી રહ્યા છીએ. 50મા આઈજીજેએ સમારોહ એ કાઉન્સિલના ઈન્ડસ્ટ્રીના ગ્રોથ અને સફળતામાં નોંધનીય સમર્પણ, નેતૃત્વ દર્શાવતા માઈલસ્ટોનની ઉજવણી કરે છે.”
શ્રી શાહે વધુમાં ઉમેર્યું હતું કે, “ઈન્ડસ્ટ્રીનો ગ્રોથ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સમૃદ્ધ અને ટકાઉ ભારત અર્થાત વિકસિત ભારતના મિશનને અનુરૂપ છે. જીજેઈપીસી આ ઉદ્દેશને પરિપૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે, જેના માટે ટકાઉપણા અને ગ્રોથને વેગવાન બનાવતા પ્રયાસો કરી રહી છે. આ પ્રયાસો માત્ર ઉદ્યોગના વિસ્તરણમાં જ ફાળો આપતા નથી, પરંતુ વિકસિત ભારતના સિદ્ધાંતોને પરિપૂર્ણ કરવાની ખાતરી આપે છે.”