ચકદા એક્સપ્રેસમાં ક્રિકેટરની ભૂમિકા ભજવવા અનુષ્કાએ સલાહ ન લેતા ખુશ
મુંબઈ, આશરે ૪ વર્ષના બ્રેક બાદ એક્ટ્રેસ અનુષ્કા શર્મા બોલિવુડના મોટા પડદા પર કમબેક કરવાની તૈયારી કરી રહી છે. તે સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ચકદા એક્સપ્રેસમાં જાેવા મળશે, જે ભારતીય મહિલા ક્રિકેટર જુલણ ગોસ્વામીની બાયોપિક છે. આ ફિલ્મ માટે એક્ટ્રેસે સખત મહેનત કરી છે અને સારું પર્ફોર્મ કરવા માટે ટ્રેનિંગ લીધી છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી એક્ટ્રેસ અત્યારસુધીમાં ઘણીવાર તે ક્રિકેટના મેદાનમાં પરસેવો પાડી રહી હોય તેવી તસવીરો શેર કરી ચૂકી છે. તેના હાર્ડ વર્કથી ક્રિકેટર પતિ વિરાટ કોહલી ખૂબ જ ઈમ્પ્રેસ થયો છે અને તેની પ્રશંસામાં કેટલાક શબ્દો કહ્યા છે.
ચકદા એક્સપ્રેસ માટે તેની ટ્રેનિંગ જાેયા બાદ તેના પ્રત્યેનું માન વધી ગયું હોવાનું હાલમાં જ એફટીબી ઓન ધ રોડને આપેલા એક ઈન્ટરવ્યૂમાં વિરાટ કોહલીએ કહ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘મારા માટે ફિલ્મ એ માત્ર ત્રણ કલાક જાેવાની જ વાત છે.
જ્યારે મેં અનુષ્કાને ફિલ્મ માટે ટ્રેનિંગ લેતા જાેઈ ત્યારે મને તેના માટે માન થઈ આવ્યું હતું. તેના માટે આ પ્રક્રિયા મુશ્કેલ રહી છે. તે પહેલીવાર આ પ્રકારનું પાત્ર ભજવી રહી છે અને બોલિંગ પણ શીખી રહી છે. પરંતુ તેણે દરેક પડકારોને ખૂબ જ સુંદર રીતે ઝીલ્યા’, તેમ ક્રિકેટરે ઉમેર્યું હતું.
અનુષ્કા શર્મા સાથે મુલાકાત અને સેટ પર કામ કરતી જાેયા બાદ તેનો ફિલ્મ બનાવવા પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયો હોવાનો ખુલાસો વિરાટ કોહલીએ કર્યો હતો. તેણે કહ્યું હતું ‘જાે તમારી અંદર અત્યંત જુસ્સો હોય તો જ તમે સારા એક્ટર બની શકો. હું મારી જાતને ૧૮ કલાક, ૨૦ કલાક શૂટિંગ કરતાં વિચારી પણ ન શકું.
તેમાં રિટેક હોય છે, ઘણીવાર તો વાતાવરણ પણ સારું હોતું નથી તેમ છતાં તમારે કામ કરતાં રહેવું પડે છે. સીન પાછળ ઘણું બધું કામ થઈ રહ્યું હોય છે તે વિશે ઘણા લોકોને જાણ નથી’. અંતમાં ક્રિકેટરે હસતાં-હસતાં કહ્યું હતું કે, ‘અનુષ્કાએ મારી પાસેથી કોઈ સૂચના કે સલાહ નથી લીધી તે માટે હું ખુશ છું કારણ કે હું ખરાબ બોલર છું’.
આશરે ચાર વર્ષના રિલેશનશિપ બાદ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ડિસેમ્બર, ૨૦૧૭માં ઈટાલીમાં લગ્ન કર્યા હતા. તેઓ દોઢ વર્ષની ક્યૂટ દીકરી વામિકાના માતા-પિતા પણ છે, જેનો જન્મ જાન્યુઆરી ૨૦૨૧માં થયો હતો.SS1MS