Global Ayush Investment & Innovation summit-2022નું આયોજન નરેન્દ્ર મોદીના હસ્તે તા.૨૦મી એપ્રિલે કરાશે
ગાંધીનગર , Global Centre for Traditional Medicineનો ખાતમુહૂર્ત સમારોહ જામનગર જિલ્લાના ગોરધનપર ખાતે વડાપ્રધાન Narendra Modi તેમજ WHOના ડાયરેક્ટર જનરલ ર્ડા. ટેડ્રોસ એડેનોમના હસ્તે તા.૧૯ એપ્રિલ ૨૦૨૨ના રોજ કરવામાં આવશે. તે ઉપરાંત Global Ayush Investment & Innovation summit-2022 નું આયોજન મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તા ૨૦-૦૪-૨૦૨૨ થી ૨૨-૦૪-૨૦૨૨ દરમિયાન કરાયુ છે.
આ સમિટનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ તેમજ મોરેશિયસ દેશના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનૌથની વિશેષ ઉપસ્થિતિમાં તા.૨૦ એપ્રિલના રોજ સવારે ૧૦:૦૦ કલાકે થશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી, રાજ્યના આરોગ્ય મંત્રી, દેશ-વિદેશથી વિવિધ ફાર્મા કંપનીઓ, ઈન્ડસ્ટ્રીઝ તથા ઔષધિય પાકોનું વાવેતર કરતા ખેડુતો તથા આયુર્વેદ ક્ષેત્રના તબીબો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે તેમ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.
Global Centre for Traditional Medicineની સ્થાપના WHO અંતર્ગત ગુજરાતમાં જામનગર ખાતે એરપોર્ટની બાજુમાં અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી તથા ઈન્સ્ટીટયુટ ઓફ ટીચીંગ એન્ડરીસર્ચ ઈન આયુર્વેદ(ITRA) થી ૦૮ કી.મી.ના અંતરે થવા જઈ રહી છે. GCTMની સ્થાપના માટે ગુજરાત સરકાર દ્વારા ૩૫ એકર જમીનની ફાળવણી વિના મૂલ્યે વૈશ્વિક લોકકલ્યાણ અર્થે કરવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા આ પરંપરાગત ઔષધિ કેન્દ્રની સ્થાપનાના કારણે જામનગર અને ગુજરાત આંતરરાષ્ટ્રીય સ્તરે મોટુ મથક બનશે અને તેનો લાભ વિશ્વ આખાને મળશે.
આંતરરાષ્ટ્રીય સ્તરના આ કેન્દ્ર દ્વારા વિશ્વમાં ઉપયોગમાં લેવાતી જાણી અજાણી ૧૩૮ ચિકિત્સા પધ્ધતિઓને વૈજ્ઞાનિક આધાર આપવાનું અને તેના માટેની યોગ્ય નિતી ઘડવાનું કામ થશે અને તેના થકી એવી શ્રેષ્ઠ ચિકત્સા પધ્ધતિઓ કે જેનાથી વિશ્વ અજાણ છે તેને વિકસાવવાનું અને લોકઉપયોગી બનાવવાનું ઉમદા કાર્ય આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીસનલ મેડીસીન દ્વારા થશે. આ સેન્ટરનું ખાતમહૂર્ત અને નિર્માણ ITRA જામનગર (આયુષ મંત્રાલય, ભારત સરકાર) દ્વારા થઈ રહ્યુ છે
અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા તમામ પ્રકારનો સહયોગ આપવામાં આવી રહયો છે. ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ-૨૦૨૨નું આયોજન મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તા ૨૦-૦૪-૨૦૨૨ થી ૨૨-૦૪-૨૦૨૨ દરમિયાન કરાયુ છે. આ સમિટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની વિશેષ ઉપસ્થિતિમાં તા.૨૦/૦૪/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કરાશે.
આ ઉદ્ઘાટન સમારંભમાં દેશ-વિદેશથી વિવિધ ફાર્મા કંપનીઓ, ઈન્ડસ્ટ્રીઝ તથા ઔષધિય પાકોનું વાવેતર કરતા ખેડુતો તથા આયુર્વેદ ક્ષેત્રના તબીબો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. આ સમિટ દ્વારા દેશ-વિદેશના નાના – મોટા આયુર્વેદ દવાના ઉત્પાદકો તથા આયુર્વેદ સાથે જોડાયેલ ઈન્ડસ્ટ્રીઝ તથા આયુર્વેદ સ્ટાર્ટઅપ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ મળશે. દેશભરના ઔષધિય પાકોનું વાવેતર કરતા ખેડુતોને પણ ફાર્મર ટુ ફાર્મા કંપનીના સીધા સંવાદ દ્વારા પ્રોત્સાહન મળશે. આયુર્વેદક્ષેત્રે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિ તથા ફાર્માક્ષેત્રનું જ્ઞાન આ મંચ દ્વારા મળશે. આ સમિટ દ્વારા આયુષક્ષેત્રમાં રોકાણકારો માટે સંશોધનક્ષેત્રે યોગ ચિકિત્સા પધ્ધતિ તથા કોવિડ-૧૯ જેવા વિવિધ સંક્રામક રોગોની ચિકિત્સાક્ષેત્રમાં વિકાસ થશે.