રશિયાના મિસાઇલ હુમલાની વિશ્વભરમાં નિંદા: જી-૭ દેશોએ ઇમરજન્સી બેઠક બોલાવી
નવીદિલ્હી, યુક્રેનની રાજધાની કીવ સહિત યુક્રેનના ઘણા શહેરો પર સોમવારે રશિયાએ મિસાઇલ હુમલો કર્યો છે. અનેક દેશોએ આ હુમલાની નિંદા કરી છે. ખાસ કરીને યુરોપીયન દેશોએ હુમલાને લઈને આકરી પ્રતિક્રિયા આપી છે. યુરોપીય સંઘે રશિયાના મિસાઇલ હુમલાને બર્બરતા ગણાવી છે, તો જી-૭ દેશોએ યુક્રેનની સ્થિતિ પર મંગળવારે એક ઇમરજન્સી બેઠક બોલાવી છે.
યુરોપીયન યુનિયનના વિદેશ નીતિ પ્રમુખ જાેસેફ બોરેલે હુમલાની નિંદા કરતા ટ્વીટ કર્યું- આ પ્રકારના કૃત્યોનું ૨૧મી સદીમાં કોઈ સ્થા નથી. હું તેની આકરી નિંદા કરૂ છું. અમે યુક્રેનની સાથે છીએ. યુરોપીયન યુનિયન તરફથી વધારાની સૈન્ય સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
યુરોપીય સંઘની કાર્યકારી શાખાના પ્રવક્તા પીટર સ્ટેનોએ કહ્યુ- યુરકોપીયન સંઘ યુક્રેનિયન અને નાગરિકના માળખા પર રશિયા દ્વારા હાલમાં કરવામાં આવેલા હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરે છે. આ બર્બર હુમલો માત્ર તે દેખાડે છે કે રશિયા નાગરિકો પર અંધાધૂંધ બોમ્બવર્ષા કરવાની રણનીતિ અપનાવી રહ્યું છે.
આ વચ્ચે બર્લિને કહ્યું કે જી-૭ના નેતા અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી યુક્રેન પર આ તાજા હુમલા પર ચર્ચા કરવા માટે મંગળવારે ઇમરજન્સી વાર્તા કરશે. તો ચાન્સલર ઓલાફ સ્કોલ્ઝે ઝેલેન્સ્કીને જર્મની અને અન્ય જી૭ દેશોની એકતાનું આશ્વાસન આપ્યું છે.
પોલેન્ડના વિદેશ મંત્રીએ યુક્રેનમાં રશિયાના મિસાઇલ હુમલાને બર્બરતા અને યુદ્ધ અપરાધના રૂપમાં નિંદા કરી છે. Zbigniew Rau એ ટ્વીટ કર્યું- આજની યુક્રેનના શહેર અને નાગરિકો પર રશિયાની બોમ્બમારી, બર્બરતા અને યુદ્ધ અપરાધ છે. રશિયા આ યુદ્ધ ન જીતી શકે.
યુક્રેન અમે તમારી પાછળ છીએ.ઇટલીના વિદેશ મંત્રાલયે પણ આ હુમલાની નિંદા કરી છે. મંત્રાલયે ટ્વીટ કર્યું- મિસાઇલ હુમલાથી ઇટલા સ્તબ્ધ છે, અમે યુક્રેન અને તેમના લોકો માટે પોતાના અતૂટ અને દ્રઢ સમર્થનને પુનરાવર્તિત કરે છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેંક્રોએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની સાથે એક કોલ દરમિયાન યુક્રેન માટે સૈન્ય સહાયતા વધારવાનું વચન આપ્યું છે. મૈક્રોંના કાર્યાલયે સોમવારે ફોન પર વાતચીત બાદ એક નિવેદનમાં કબ્યું, રાષ્ટ્રપતિએ આ હુમલા વિશે પોતાની ચિંતા વ્યક્ત કરી. આ હુમલાથી નાગરિકો પીડિત થયા તે મોટી ચિંતાનો વિષય છે. તેમણે યુક્રેનને સમર્થન આપવાની વાત પણ કહી હતી.HS1MS