આબુ ખાતે વૈશ્વિક દિપાવલી મહોત્સવનો પ્રારંભ
બ્રહ્માકુમારીઝના ૮૮માં સ્થાપના દિવસ નિમિતે ૪૦ દેશોના સેવા કેન્દ્ર મહાનુભાવોની વિશાળ ઉપસ્થિતિમાં દિવ્ય સંસ્કૃતિની ગુંજ ઊઠી
(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) માઉન્ટ આબુ, આંતરરાષ્ટ્રીય અધ્યાત્મ સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના મુખ્યાલય મા.આબુ સ્થિત ઓમ શાંતિ ભવનમાં ભારતીય સનાતન મહાપર્વ દિપાવલી મહોત્સવ નો દૈવી સંસ્કૃતિની વિશાળ ઝાંખી-સાંસ્કૃતિક કાર્યક્રમ તથા દેશ વિદેશના હજારો મહાનુભાવોની હાજરીમાં પ્રારંભ થયેલ છે.
બ્રહ્માકુમારીઝ ની વિધિવત પ્રારંભ પિતાશ્રી બ્રહ્મા બાબાએ નારી શક્તિ સંગઠનનું ટ્રસ્ટ બનાવી માનવ માત્ર ના કલ્યાણ અર્થે ઈશ્વરીય સંદેશ રાજ યોગા દ્વારા સકારાત્મક પવિત્ર જીવનની પ્રેરણા આપવા દિવાળીને દિવસે પ્રારંભ કરેલ જેના ૮૮ વર્ષમાં પ્રવેશતા ના મહાઉત્સવે ત્રિ દિવસીય દિપાવલી મહોત્સવ પ્રારંભ થયેલ છે.
માઉન્ટ આબુ સ્થિત વિશાળ ઓમ શાંતિ ભવન સભા ગૃહમાં વિશ્વના ૪૦ દેશોથી આવેલ વરિષ્ઠ રાજ્યોગી મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોતાના આર્શીવચૅન આપતા સંસ્થાના ૧૦૦ વર્ષીય ડો. દાદી રતન મોહિનીજીએ જણાવેલ કે ભારતીય આદિ સનાતન દૈવી દેવતા ધર્મની ભારત પર પુનઃ સ્થાપના હેતુ પરમાત્મ મહા કાર્યને ઓળખી જીવનમાં દિવ્યતા પવિત્રતા સદભાવના અને શાંતિને ધારણ કરી એક વિશ્વ એક પરમાત્મ એક પરિવારની ભાવનાને જાગૃત કરવા સંગઠિત કાર્ય કરવામાં આવે તથા સર્વ સ્વ સકારાત્મક પરિવર્તન દ્વારા અન્યને પ્રેરણા આપે એ જ દિપાવલી નો સંદેશ છે.
દાદીજી એ ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિકતા ને વિશ્વભરમાં ફેલાવી પોતાના જીવન દ્વારા દિવ્ય સંદેશ આપવા ૪૦ દેશોથી આવેલ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત દેશ-વિદેશના રાજયોગી વરિષ્ઠ ભાઈ બહેનોને અનુરોધ કરેલ.
આગામી ૧૨ મી નવેમ્બરે દિવાળી નિમિત આબુ તળેટી સ્થિત એશિયાના સૌથી મોટા ડાયમંડ હોલમાં ભવ્ય વૈશ્વિક દિપાવલી મહોત્સવનો વિશેષ કાર્યક્રમ યોજાશે. જેમાં દેશ-વિદેશના વિશાળ સંખ્યામાં મહાનુભાવો ભારતીય અધ્યાત્મ મહાપર્વ દિપાવલી નુતન વર્ષ તથા ભાઈબીજના પર્વને ઉજવશે.