રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરતાં વૈશ્વિક નેતાઓ
યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ, વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા, વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ, એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ માસાત્સુગુ આસાકાવા ક્રિસ્ટલિના જ્યોર્જિવા અને અન્ય નેતાઓ
(એજન્સી)નવી દિલ્હી, G20 નેતાઓ રવિવારે ૧૦ સપ્ટેમ્બરના રોજ મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર પહોંચ્યા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાથી જ રાજઘાટ પર હાજર હતા અને તમામ નેતાઓનું ખાદીની શાલ પહેરાવીને સ્વાગત કર્યું હતું. તમામ વૈશ્વિક નેતાઓ રાજઘાટ પહોંચીને અહીં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ, વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા, વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ, એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ માસાત્સુગુ આસાકાવા ક્રિસ્ટલિના જ્યોર્જિવા અને અન્ય નેતાઓ અને પ્રતિનિધિઓએ દિલ્હીના રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ સિવાય યુનાઈટેડ મેક્સિકન સ્ટેટ્સના ઈકોનોમી મિનિસ્ટર રાક્વેલ બ્યુનોસ્ટ્રો સાંચેઝ દિલ્હીના રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા અને પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા. સ્પેનના ઉપરાષ્ટ્રપતિ નાદિયા કેલ્વિનો, સિંગાપોરના વડા પ્રધાન લી સિએન લૂંગ, નેધરલેન્ડના વડા પ્રધાન માર્ક રુટ્ટે, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના અને ઘણા નેતાઓ રાજઘાટ પહોંચ્યા હતા. .