Western Times News

Gujarati News

3.5 કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ પર બનશે ગ્લો ગાર્ડન

પ્રતિકાત્મક

સમગ્ર કેવડિયા અને સ્ટેચ્યુ વિસ્તારમાં ૩૫ થી ૪૦ કરોડના ખર્ચે ૩ કરોડ LED લાઈટોનો શણગાર કરવામાં આવ્યો છે.

(એજન્સી)અમદાવાદ, સાબરમતી રીવરફ્રન્ટની સુંદરતામાં અભિવૃદ્ધિ કરતા આ નવીનત્તમ પ્રોજેક્ટ અમદાવાદમાં આવી રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર મુલાકાતીઓને વધુ એક નવું નજરાણું મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો ગ્લો ગાર્ડન હવે અમદાવાદના આંગણામા પણ માણા મળશે.

ભવ્ય ગ્લો ગાર્ડન રિવરફ્રન્ટ પાર્ક ખાતે પણ શરૂ કરવાનું આયોજન ચાલી રહ્યું છે. AMC દ્વારા આ મામલે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર ૩.૫ કરોડ રૂપિયાના ખર્ચે પશ્ચિમ કિનારે ગ્લો ગાર્ડન ઉભું કરવાનું આયોજન ચાલી રહ્યું છે. કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલું ગ્લો ગાર્ડન પ્રવસીઓમાં ખુબ આકર્ષણ જમાવી ચૂક્યું છે. ત્યારે આવુ જ એક ભવ્ય ગ્લો ગાર્ડન હવે અમદાવાદમાં પણ જાવા મળશે.

સાબરમતીના ઘાટ પર અવનવા લાઈટ્‌સનું ગાર્ડન ઉભું કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રવાસીઓને આકર્ષવા માટે અટલ બ્રિજ, ફ્લાવર ગાર્ડન, બટરફ્લાય પાર્ક, એડવેન્ચર રાઈડ્‌સ, કાયાકીંગ, સાબરમતી રિવર ક્રુઝ તો પહેલેથી છે જ. પરંતુ જલ્દી જ હવે ગ્લો ગાર્ડન પણ માણવા મળશે. જેનાથી રિવરફ્રન્ટ પર આવતા મુલાકાતીઓની સંખ્યા વધશે.

મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનના સૂચન બાદ રિવરફ્રન્ટ અધિકારીઓ દ્વારા ગ્લો ગાર્ડન માટે વહીવટી પ્રક્રિયા શરૂ કરાઈ છે. ટેન્ડર મંજુર થયા બાદ ૫ થી ૬ મહિનામાં ગ્લો ગાર્ડન શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. શનિ-રવિની રજાઓ અને તહેવારોના દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ સ્થળ બન્યું છે. શનિ-રવિની રજાને લઈને મોટી સંખ્યામાં પ્રવાસીઓ કેવડિયા કોલોની ખાતે ઉમટી પડે છે.

સમગ્ર કેવડિયા અને સ્ટેચ્યુ વિસ્તારમાં ૩૫ થી ૪૦ કરોડના ખર્ચે ૩ કરોડ LED લાઈટોનો શણગાર કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ રોડ અને ગ્લો ગાર્ડન લાઈટોથી ઝગમગી ઉઠ્‌યું છે. નર્મદા નિગમ દ્વારા વિદેશમાં જેમ લાઇટિંગ વાળા ગાર્ડન હોય છે તેમ હવે કેવડિયામાં પણ ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યું છે. હવે આ ગ્લો ગાર્ડન પ્રવાસીઓમાં આ એક ખાસ આકર્ષણ બની ગયું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ હવે આ ગ્લો ગાર્ડનની લાઇટિંગનો નજારો જાવા ખાસ રાÂત્ર રોકાણ પણ કરતા થયા છે. આ ગ્લો ગાર્ડનની લાઇટિંગનો અદભુત નજારો જાઈ ખુશ થઇ રહ્યા છે. રંગબેરંગી લાઈટોનો આ શણગાર પ્રવાસીઓ પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.