Western Times News

Gujarati News

ગ્લુ ટ્રેપ: સરકાર, અરજદારને સ્પષ્ટ જોગવાઇઓ જણાવવા કોર્ટની ટકોર

અમદાવાદ, ગ્લુ ટ્રેપના ખરીદ, વેચાણ અને ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકવાની દાદ માગતી રિટ પિટિશનમાં હાઇકોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારને સવાલ કર્યાે હતો કે ગ્લુ ટ્રેપના પ્રતિબંધની જોગવાઇઓ કરેલી છે, તો તેના અમલ માટે શું કરવામાં આવી રહ્યું છે.

આ કેસમાં બંને તરફથી થયેલી દલીલો અને હાઇકોર્ટના સવાલોના અંતે કોર્ટે સમગ્ર મામલે સ્પષ્ટ જોગવાઇઓ જણાવી રજૂઆત કરવાનું કહી કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી છે.

સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ નરેન્દ્રસિંહ રાણાએ એડવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેમાં સરકારે અગાઉ એક એફિડેવિટ રજૂ કરીને કહ્યું હતું કે, મુજબ રાજ્યના ૩૩ જિલ્લામાં ગ્લુ ટ્રેપના ખરીદ, વેચાણ અને ઉત્પાદન ઉપર પ્રતિબંધના કડક અમલીકરણ માટે સૂચના આપી દેવામાં આવી છે.

અરજદારે અરજીમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં અને સંપૂર્ણ દેશમાં ગ્લુ ટ્રેપના ઉપયોગ, વેચાણ અને ઉત્પાદન ઉપર પ્રતિબંધ છે. પ્રિવેન્શન ઓફ ધ ક્›અલ્ટી ટુ એનિમલ એક્ટ ૧૯૬૦ અંતર્ગત પેટાની અરજી ઉપર ગુજરાત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા ૫ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ પરિપત્ર બહાર પાડીને તેના ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તેના કડક અમલીકરણ માટે આ અરજી કરવામાં આવી છે.

અરજદારે વધુમાં જણાવ્યું હતું કે, ગ્લુ ટ્રેપ પર ઉંદર, ખિસકોલી પક્ષીઓ વગેરે ચોંટી જાય છે. જેથી તેઓ ભૂખ, તરસથી રિબાય છે, તેમનો શ્વાસ રૂંધાય છે, તેઓ તેમાંથી નીકળી ન શકતા તેઓ પોતાના જ અંગોને બચકાં ભરે છે, જેથી ઘાયલ થવાથી તેનું લોહી વહે છે.

ખૂબ જ દયનીય રીતે તેમનું મૃત્યુ થાય છે. પ્રિવેન્શન ઓફ ધ ક્›અલ્ટી ટુ એનિમલ એક્ટ ૧૯૬૦ના સેક્શન ૧૧ પ્રાણીઓ પ્રત્યેની ક્›રતાને અટકાવે છે. જે પણ નાનું પ્રાણી ગ્લુ ટ્રેપની સરફેસ ઉપર ચોંટે છે તે હલી પણ શકતું નથી.

ભારત સરકારે પણ વર્ષ ૨૦૦૧ અને ૨૦૨૦માં આ સંદર્ભે સર્ક્યુલર જાહેર કરીને ગ્લુ ટ્રેપના વેચાણ, ઉપયોગ અને ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. અરજદારે જણાવ્યું હતું કે, પાલતુ પ્રાણીઓને આ ગ્લુ ટ્રેપ ચોટે તો તેના માટે પણ સર્જરી કરાવી પડે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.