GMC એવોર્ડ સમારોહમાં અરવલ્લીના અંકિત ચૌહાણને “ટેલિવિઝન ન્યુઝ રિપોર્ટર ઓફ ઘી યર” એવોર્ડ

ગુજરાત મીડિયા ક્લબના ઉપક્રમે ગુરુવારે રાત્રે યોજાયેલા એવોર્ડ સમારોહમાં પીઢ પત્રકાર અને કટાર લેખક જયદેવભાઇ પટેલને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે એનાયત કરાયો હતો. જ્યારે બેસ્ટ ન્યૂઝ સ્ટોરી ઓફ ધ ઇયરનો એવોર્ડ (અંગ્રેજી)નો નિકુંજ સોનીને, ગુજરાતી ભાષામાં પ્રિતેષ ત્રિવેદીને એનાયત કરાયો હતો. રિમાર્કેબલ ટેલિવિઝન ન્યૂઝ રિપોર્ટ-જ્યુરિસ સ્પેશિયલ રેક્ગનિશન એવોર્ડ સિદ્ધેશ જોષીને અર્પણ કરાયો હતો. જ્યારે ઓનલાઇન સ્ટોરી ઓફ ધ ઇયર અભિષેકસિંગ રાવ, ટેલિવિઝન ન્યૂઝ રિપોર્ટર ઓફ ધ ઇયર અંકિત અશોકકુમાર ચૌહાણને તથા બેસ્ટ ન્યૂઝ ફોટોગ્રાફર ઓફ ધ ઇયર એવોર્ડ પ્રજ્ઞેશ વ્યાસને એનાયત કરાયો હતો.
ગુજરાત મીડિયા ક્લબ દ્વારા એવોર્ડ સમારોહ નું આયોજન કરવા આવ્યું હતું.જેમાં વિવિધ શ્રેણીમાં શ્રેષ્ઠ પદાર્પણ કરનાર ગુજરાત પત્રકારો ને એવોર્ડથી સન્માનિત કર્યા હતા.આ મીડિયા એવોર્ડ સમારોહ માં ગુજરાત ની મીડિયા સંસ્થાન ની શ્રેષ્ઠ 6 સ્ટોરી ને સન્માનિત કરવા માં આવી હતી.જેમાં “ટેલિવિઝન ન્યુઝ રિપોર્ટર ઓફ ઘી યર” શ્રેણી માં દૂરદર્શન ના અરવલ્લી જિલ્લા ના સંવાદદાતા અંકિત ચૌહાણ ને તેમની સ્ટોરી ” દિવ્યાંગ સ્કૂલ” ન્યુઝ રિપોર્ટ ને વિશેષ સન્માનિત કરવા મા આવી હતી.
ગુજરાત ના મીડિયા જગત લોકો સહિત રાજકીય મહાનુભાવો ની હાજરી માં મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હસ્તે દૂરદર્શન સંવાદદાતા અંકિત ચૌહાણ ને એવોર્ડ અર્પણ કરવા માં આવ્યો હતો..
ઉલ્લેખનીય છે કે નાની વયે માં અંકિત ચૌહાણ એ ગુજરાત નામીડિયા જગત નામના મેળવી છે,અંકિત ચૌહાણ અરવલ્લી જિલ્લા માં વર્ષો થી લોકો ની સમસ્યા ને વાચા આપવા માં પ્રયત્નશીલ છે..લોકશાહીને જીવંત રાખવા અને સમાજ જીવનના મૂલ્યોને જાળવવામાં પત્રકારિતા અને મીડિયાની ભૂમિકા મહત્વની છે તે તેમને સાર્થક કર્યું છે.
From :: Jeet Trivedi Bhiloda,Arvalli,Sabarkantha