Western Times News

Gujarati News

GMDC ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનો શુભારંભ

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાજયના પ્રવાસન અને યાત્રાધામ વિભાગ તેમજ યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવનો શુભારંભ કરાવ્યો. માઁ ભગવતીની આરાધનાનો આ અવસર ભક્તિ, શક્તિ, કલા અને સંસ્કૃતિના અનોખા સંગમ સમાન બની રહ્યો.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આરતી ઉતારી નવરાત્રીનો શુભારંભ કરાવ્યો હતો. બે વર્ષ બાદ શહેરમાં નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જેને લઇ ખેલૈયાઓમાં નવરાત્રિનો થનગનાટ છે. ત્યારે અમદાવાદમાં વાયબ્રન્ટ નવરાત્રીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે.

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જ્યાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ દરમિયાન ગુજરાતના જાણીતા 300 કલાકારો અહીં ગરબા-રમઝટની જમાવટ કરશે.

શહેરના GMDC ગ્રાઉન્ડ પર રવિવારથી રિહર્સલ યોજાશે. તમામ લોકો અહીં વિનામૂલ્યે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં પ્રવેશ મેળવી શકશે. 29મીએ PM મોદી વાયબ્રન્ટ નવરાત્રીમાં આરતી કરે એવી શક્યતાઓ છે. જેને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જીએમડીસી ગ્રાઉન્ડ સહિત 70 સ્થળો ઉપર રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

જીએમડીસી ગ્રાઉન્ડમાં જવા માટે આ વર્ષે કુલ 8 ગેટ બનાવવામાં આવ્યા છે. જેમાં મેઈન મેઈન ગેટને ત્રણ દરવાજાના રેપલિકા પ્રમાણે બનાવાયો છે. આ ગેટ પરથી વીવીઆઈપી પ્રવેશ આપવામાં આવશે. આઠ ગેટને હેરિટેજ લુક અપાતા GMDC ગ્રાઉન્ડ રંગીન બનીને નવરાત્રીની રાહ જોઈ રહ્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.