GMERS પાટણ મેડિકલ કોલેજ ધારપુર ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની માહિતી અપાઇ
જી.એમ.ઈ.આર.એસ.મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ધારપુર ખાતે ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત પાટણ નગરપાલિકા ના ફાયર કર્મચારીઓ ભરતભાઈ કે. કાપડિયા અને તેમની ટીમ દ્વારા ફાયર ની લગતી પ્રેકટીકલી અને થીયરી માહિતી વિગતવાર આપી કુદરતી હોનારત વખતે ફાયર એકસ્ટીગ્યુસર, હાઈરાઈઝ બિલ્ડીંગ ની હાઈડ્રન્ડ સીસ્ટમ તથા બચાવ કામગીરી વિષે સંપુણૅ માહિતી આપી,
તેમજ ધારપુર હોસ્પિટલ તેમજ, મેડિકલ કોલેજ, હોસ્ટેલ વિભાગ મા મોક ડ્રીલ કરવામાં આવી આ પ્રસંગેજી.એમ.ઈ.આર.એસ.મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ધારપુર ના ડીન શ્રી ડો. યોગેશાનંદ ગોસ્વામી ,આર.એમ.ઓ શ્રી. ડો. હિતેષભાઈ ગોસ્વામી, હોસ્પિટલ તેમજ કોલેજ ના તમામ કર્મચારી ગણ, ફાયરમેન ભરત કાપડિયા, હરેશ જનસારી, મહેશ રબારી અને ડ્રાઇવર સુરેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા.