GNG ઇલેક્ટ્રોનિક્સે સેબીમાં DRHP ફાઇલ કર્યું
લિંકઃ https://www.electronicsbazaar.com/media/investor/DRHP.pdf
31 માર્ચ, 2024 સુધીમાં ભારતની લેપટોપ અને ડેસ્કટોપની સૌથી મોટી રિફર્બિશર અને ભારત, અમેરિકા, યુરોપ, આફ્રિકા અને યુએઈમાં નોંધપાત્ર હાજરી સાથે વિશ્વમાં તથા ભારતમાં એકંદરે આઈસીટી ડિવાઇસીસના સૌથી મોટા રિફર્બિશર્સ પૈકીની એક જીએનજી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) દાખલ કર્યું છે.
આઈપીઓમાં રૂ. 825 કરોડ સુધીના મૂલ્યના પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ તથા પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના 97,00,000 સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. વેચાણ માટેની ઓફરમાં શરદ ખંડેલવાલ દ્વારા 35,000 સુધીના ઇક્વિટી શેર્સ, વિધિ શરદ ખંડેલવાલ દ્વારા 35,000 સુધીના ઇક્વિટી શેર્સ અને અમીએબલ ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 96,30,000 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.
જીએનજી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બ્રાન્ડ “Electronics Bazaar” હેઠળ કામ કરે છે અને સોર્સિંગથી રિફર્બિશમેન્ટથી સેલ્સ અને આફ્ટર સેલ સર્વિસીઝ તથા વોરંટી પૂરી પાડવા સહિતની સમગ્ર રિફર્બિશમેન્ટ વેલ્યુ ચેઇનમાં હાજરી ધરાવે છે. કંપનીની લેપટોપ, ડેસ્કટોપ, ટેબ્લેટ્સ, સર્વર્સ, પ્રીમિયમ સ્માર્ટફોન, મોબાઇલ વર્કસ્ટેશન અને એસેસરીઝ જેવી આઈસીટી ડિવાઇસીસની રિફર્બિશમેન્ટની સમગ્ર પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે
આવી ડિવાઇસીસ પર્ફોર્મન્સ અને સુંદરતા બંને બાબતમાં નવા જેવી જ હોય અને નવી ડિવાઇસીસના ત્રીજા ભાગની કિંમતે લેપટોપ તથા નવી ડિવાઇસીસના 35-50 ટકા ભાવે ડેસ્કટોપ, ટેબ્લેટ, સર્વર, પ્રીમિયમ સ્માર્ટ ફોન, મોબાઇલ વર્કસ્ટેશન અને એસેસરીઝ જેવી અન્ય ડિવાઇસીસ પૂરી પાડી શકે. કંપની રિપેર-ઓવર-રિપ્લેસમેન્ટ અભિગમને અનુસરે છે જે કિંમતનો લાભ પૂરો પાડે છે અને કાર્બન ફૂટપ્રિન્ટ્સ ઘટાડીને સાચા ટકાઉપણાને હાંસલ કરવામાં મદદ કરે છે.
કંપની એવી જૂજ કંપનીઓ પૈકીની એક છે જેણે અમારા ગ્રાહકોને આરામ અને વિશ્વાસ પૂરો પાડવા માટે રિફર્બિશ કરેલી આઈસીટી ડિવાઇસીસની વોરંટીનો ખ્યાલ રજૂ કર્યો હતો અને હજુ પણ ઉદ્યોગ અગ્રણી વોરંટી શરતો ઓફર કરે છે. તેઓ નાણાંકીય વર્ષ 2024 સુધીમાં રિફર્બિશિંગ ક્ષમતાની બાબતે ભારતના સૌથી મોટા માઇક્રોસોફટ ઓથોરાઇઝ્ડ રિફર્બિશર છે.
તેઓ કેલેન્ડર વર્ષ 2024 દરમિયાન માર્કેટ કેપિટલાઇઝેશનની બાબતે ભારતની બીજા ક્રમની સૌથી મોટી સોફ્ટવેર કંપની માટેના આઈટી એસેટ ડિસ્પોઝલ પાર્ટનર પણ છે જે તેમની વપરાશ થયેલી આઈટી એસેટ્સ ખરીદે છે. કંપની કેલેન્ડર વર્ષ 2023ના રોજ 24 ટકા અને 21 ટકા બજાર હિસ્સો ધરાવતી બે અગ્રણી ગ્લોબલ બ્રાન્ડ્સ અનુક્રમે લિનોવો અને એચપીની સર્ટિફાઇડ રિફર્બિશમેન્ટ પાર્ટનર છે.
કંપની 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં વિવિધ રેન્જના સ્ટોર કીપિંગ યુનિટ્સ ઓફર કરે છે અને તેના પોર્ટફોલિયોમાં 4,996 એસકેયુનો સમાવેશ થાય છે. તેઓ 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં 35 દેશોમાં વેચાતી રિફર્બિશ્ડ આઈસીટી ડિવાઇસીસ સાથેનું સેલ્સ નેટવર્ક પણ ધરાવે છે. તે ભારત અને સમગ્ર વિશ્વમાં વ્યાપક પ્રોક્યોરમેન્ટ નેટવર્ક દ્વારા સમર્થિત 447 સપ્લાયર્સના મલ્ટી ચેનલ ગ્લોબલ પ્રોક્યોરમેન્ટ નેટવર્ક પણ ધરાવે છે.
પ્રોક્યોરમેન્ટ નેટવર્કમાં 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં કોર્પોરેટ્સ, કન્સલ્ટીંગ કંપનીઓ, ઇન્ટરમીડિયેટરીઝ, રિસાયકલર્સ, રિફર્બિશમેન્ટ પાર્ટનર્સ, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ, લીઝિંગ કંપનીઓ, એનબીએફસી, લાર્જ ફોર્મેટ રિટેલ સ્ટોર્સ અને ઓઈએમ બ્રાન્ડ સ્ટોર્સનો સમાવેશ થાય છે. અમારા પ્રોક્યોરમેન્ટ પાર્ટનર્સ પૈકીના કેટલાકમાં
અમેરિકા સ્થિત આયર્ન માઉન્ટેન અને એપ્ટો સોલ્યુશન્સ ઇન્કોર્પોરેશન, ઓસ્ટ્રેલિયા સ્થિત ગ્રીન બોક્સ ગ્રુપ પીટીવાય લિમિટેડ અને રિન્યૂ આઈટી પીટીવાય લિમિટેડ, એચપી, લિનોવો, માઇક્રોસોફ્ટ, ટાટા કેપિટલ લિમિટેડ અને સ્ટેલર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડ (બિટરેઝર) જેવા કેટલાક અગ્રણી નામોનો સમાવેશ થાય છે. તેઓ 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં 3,265 ગ્રાહકો ધરાવે છે.
કંપનીની કામગીરી 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એશિયા, એશિયા પેસિફિક, યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વમાં 35 દેશોમાં ફેલાયેલી છે જે ભારત, અમેરિકા અને યુએઈ સ્થિત પાંચ રિફર્બિશિંગ ફેસિલિટીઝથી સમર્થિત છે જેમાં એક ફેસિલિટી ભારતના મહારાષ્ટ્રમાં નવી મુંબઈ, એક અમેરિકાના ટેક્સાસમાં ડલાસ ખાતે અને ત્રણ ફેસિલિટીઝ યુએઈના શારજાહમાં છે
જેનો કુલ વિસ્તાર 58,127.82 ચોરસ ફૂટ છે. અમારી ફેસિલિટીઝ પ્રાદેશિક બજારોને સેવાઓ પૂરી પાડવા માટે વ્યૂહાત્મક રીતે સ્થિત છે અને ભારત, મધ્ય પૂર્વ, યુરોપ, આફ્રિકા અને યુએસએમાં વૈશ્વિક પહોંચ જાળવી રાખે છે. તે ફ્રેઇટ કોસ્ટ ઘટાડવા, ડિલિવરી ટાઇમ ઓપ્ટિમાઇઝ કરવા અને ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવામાં પણ મદદ કરે છે.
મોતાલીલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીઝ લિમિટેડ (અગાઉ આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી) અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.