Western Times News

Gujarati News

GNLU ખાતે ૧૨ જુને ‘કન્વીકશન રેટ: સરકારી વકીલની ભુમિકા’ વિષયક પરિસંવાદ યોજાશે

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે કાયદા મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીની પ્રેરક ઉપસ્થિતિમાં પરિસંવાદનું આયોજન

ડાયરેકટર ઑફ પ્રોસીકયુશનના ઈન્ચાર્જ ડાયરેકર શ્રી જગરૂપ સિંહ રાજપૂતે જણાવ્યુ હતું કે, ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (GNLU) ખાતે તા.૧૨ જુન ૨૦૨૨ના રોજ સવારે ૧૧ થી ૨ દરમિયાન ‘કન્વીકશન રેટ: સરકારી વકીલની ભુમિકા’ વિષયક એક દિવસીય પરિસંવાદ  યોજાશે. જેની અધ્યક્ષતા રાજ્યના કાયદા મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી કરશે.

શ્રી રાજપૂતે ઉમેર્યું હતું કે રાજ્યમાં ફોજદારી કોર્ટોમાં ચાલતા કેસોમાં ગુનેગારોને કડક સજા થાય અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગર મુકામે ડાયરેકટર ઑફ પ્રોસીકયુશનના ઈનચાર્જ ડાયરેકર શ્રી જગરૂપસિહ રાજપૂત અને નાયબ નિયામક શ્રી રાકેશ રાવે મીડિયાને માહિતી આપતા કહ્યુ કે, રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાથી રાજયના કાયદામંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીના પ્રયત્નોથી રાજયના લગભગ ૬૧૩ તાલુકા કોર્ટોમાં ફરજ બજાવતા સરકારી વકીલશ્રીઓ માટે આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યુ છે.

તેમણે ઉમેર્યુ કે,ગુજરાત રાજ્યમાં પોલીસ ઈન્વેસ્ટીગેશન તથા ફોજદારી કોર્ટોમાં ચાલતા કેસોની ગુણવતામાં સુધારો થાય તથા રાજયમાં કન્વીકશન રેટમાં વધારો થાય તે માટે ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ ૨૫ (એ) મુજબ રાજય સરકારે ૨૦૧૯ ના વર્ષમાં ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનની કચેરી કાર્યરત કરાઈ છે. તથા તે માટેના ગુજરાત રાજય પ્રોસીકયુશન નિયમો ૨૦૨૦ અમલમાં મુકવામાં આવ્યા છે.

રાજયમાં કન્વીકશન રેટમાં સુધારો થાય તે માટે આ કચેરી દ્વારા પોલીસ ઈન્વેસટીગેશન તેમજ કોર્ટ પ્રોસીંડીગની કામગીરીની દેખરેખ રાખવી અને જરૂરી સલાહ સુચનો આપવાની કામગીરી કરે છે.

આ કાર્યક્રમમાં રાજયના તમામ મદદનીશ સરકારી વકીલશ્રીઓ ઉપરાંત રાજયના કાયદા સચિવશ્રી પી.એમ.રાવલ, ઇન્ચાર્જ ડાયરેકટર ઓફ પ્રોસીકયુશન શ્રી જગરૂપસિંહ રાજપૂત, જોઇન્ટ ડાયરેકટર સુ. શ્રી વિધિ ચૌધરી, ડેપ્યુટી ડાયરેકટર શ્રી રાકેશ રાવ તથા ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના ડાયરેટર શ્રી ઉપસ્થિત રહેશે. દિલીપ ગજજર


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.