Western Times News

Gujarati News

અમદાવાદમાં યોજાયેલા ટ્રેડ ફેરમાં ગોવા ટુરીઝમે ગુજરાતના ટુરિસ્ટોને આકર્ષિત કર્યા

????????????????????????????????????

અમદાવાદ ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૨: કોરોના પછી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટુરીઝમને વેગ આપવા માટે દેશના સૌથી મોટા શો ‘ટ્રાવેલ ટુરિઝમ ફેર’ (ટીટીએફ)નું આયોજન ૬થી ૮ સપ્ટેમ્બર ગુજરાત યુનિવર્સિટી કન્વેનશન એન્ડ એક્ઝિબિશન સેન્ટર અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.

ગોવા, અંતરિયાળ ટૂરિઝમ, ઇકો ટૂરિઝમ, ક્લચર ટૂરિઝમ,  હેરિટેજ ટુરિઝમ, વેલનેસ ટૂરિઝમ અને વધુને પ્રોત્સાહન આપતું રાજ્ય, લોકોના હૃદયમાં વધુ સ્પેશ્યલ સ્થાન બનાવ્યું હતું. અમદાવાદ ખાતે તાજેતરમાં પૂર્ણ થયેલા ટ્રેડ ફેરમાં, ગોવા ટુરીઝમે ગોવા થીમ સાથેના ઉત્સાહી સ્ટોલ સાથે અમદાવાદના નાગરિકોને મંત્રમુગ્ધ કર્યા.

વિઝીટરોએ મૂલ્યવાન ઑફરો અને ડિલ્સ પ્રાપ્ત કર્યા, ઈનામો જીત્યા અને આકર્ષક ઑફરો પ્રાપ્ત કરવામાં સક્ષમ રહ્યા. ગોવા, ભારતનું સૌથી નાનું રાજ્ય, પશ્ચિમ કિનારે આવેલું છે અને તેના અનંત દરિયાકિનારા, વાઇબ્રન્ટ નાઇટલાઇફ, અનન્ય સીફૂડ અને વર્લ્ડ હેરિટેજ-લિસ્ટેડ આર્કિટેક્ચર માટે જાણીતું છે.

????????????????????????????????????

ગોવા કોંકણ ઝોનમાં આવેલું એક નાનું ભારતીય રાજ્ય છે, જે ફક્ત 3,702 કિમીમાં આવેલું છે. ગોવાનું આરામદાયક વાતાવરણ સ્થાનિક મુલાકાતીઓ જેટલા વિદેશી મુલાકાતીઓને આકર્ષે છે. નવું વર્ષ અને ગોવા કાર્નિવલ એ બે સૌથી જાણીતી જગ્યા છે

જે ગોવામાં આખા વર્ષ દરમિયાન તેની ઉજવણી કરે અને પ્રવાસીઓને આવકારે છે. ગોવા ભારતની કેટલીક બેસ્ટ નાઇટલાઇફ ઓફર કરે છે, જેમાં પબ, બીચ શેક્સ, સર્વોપરી કાફે અને અનેક ક્લબો અને ડિસ્કોથેક છે, જે ઉત્કૃષ્ટ સીફૂડ પીરસે છે.

ગોવા પ્રવાસીઓને વર્ષના કોઈપણ સમયે તેમની મુલાકાતનો આનંદ માણવા માટે વિવિધ ઇન્ટરેસ્ટિંગ એકટીવીટીઝો પણ પ્રોવાઈડ કરે છે. ચેલેન્જીગ રમતો, ઈ-બાઈક, સ્કુબા ડાઈવિંગ, રિવર રાફ્ટિંગ, રાજભવન દર્શન ટૂર, તિરુપતિ દર્શનએ પ્રવાસીઓ માટે આનંદ લેવા માટે કેટલીક નવી પ્રવાસન પ્રવૃત્તિઓ છે.

રોમાંચક બંજી જમ્પિંગ અને હોટ એર બલૂન્સ અને દિવસભરની પ્રવૃત્તિઓ, સ્થાનિક સ્ટોર્સની મુલાકાત, ખરીદી, એ માત્ર બાળકો અને તેમના પરિવારોને આનંદિત કર્યા નથી, પરંતુ યુવાનો અને ઘણા વરિષ્ઠ નાગરિકો પણ ઘણીવાર શાંતિનો આનંદ માણતા જોવા મળે છે.

સાઉથ ગોવા ભવ્ય રિસોર્ટ્સ અને આરામદાયક બીચ વાતાવરણનું ઘર છે, જ્યારે નોર્થ ગોવા નાઇટલાઇફ સેન્ટર છે અને તમામ પ્રવાસી બીચ, ફ્લી માર્કેટ અને બીચ શેક્સનું ઘર છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ, હાઇવે અને ટ્રેનો ગોવાના સાઉથ અને નોર્થને શહેરના કેન્દ્ર સાથે જોડે છે.

ગોવા તેના 100 કિલોમીટરથી વધુ સુંદર દરિયાકિનારા સાથે જોડાયેલો છે. અંજુના અને અરમ્બોલ વેસ્ટર્ન વિઝીટરોમાં ખૂબ જ લોકપ્રિય છે, જોકે બાગા અને કેલાંગુટ ભારતીય પરિવારોને વધુ પસંદ છે. સાઉથ ગોવાના દરિયાકિનારા સામાન્ય રીતે ઓછા જાણીતા છે, પરંતુ તેમાંના કેટલાક, જેમ કે અગોડા અને પાલોલેમ વધુ આકર્ષિત બીચ છે.

વધુ માહિતી, લેટેસ્ટ અપડેટ્સ, લોકેશનનું બુકિંગ અને નવી પ્રવાસન સેવાઓ માટે, વેબસાઇટ્સની મુલાકાત લો:

goa-tourism.com, goatourism.gov.in


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.