Western Times News

Gujarati News

માહિતી અને પ્રચાર વિભાગ – ગોવા સરકાર આયોજન કરે છે, ગોવા@60

પોર્ટુગીઝ શાસનમાંથી ગોવાની મુક્તિની સાઠમી વર્ષગાંઠની ઉજવણી- તેની ઉજવણી ભારતના 6 શહેરોમાં થશે, તેની શરૂઆત અમદાવાદથી થશે

ઇવેન્ટની સિરિઝ તથા લાઈવ પફોર્મન્સ લોકોને ગોવાની સંસ્કૃતિ તથા પરંપરાઓનો અનુભવ કરાવશે- ગોવાને વધુ ઊંચાઈએ લઇ જવા માટે રોડમેપ અને વિઝનને હાઈલાઈટ કરવામાં આવશે

અમદાવાદ, ગોવા સરકારએ એક અલગ જ પ્રકારના મનોરંજન – ‘ગોવા@60,નું આયોજન કર્યું છે, જે પોર્ટુગલ શાસનમાંથી ગોવાની મુક્તિ તેમજ તમામ વિભાગોમાં તેની અનેકગણી પ્રગતિનો સિમાચિન્હ છે.

સરકારે 19 ડિસેમ્બર, 2021થી જ આયોજિત કાર્યક્રમો દ્વારા તેની મુક્તિની સાંઠમી વર્ષગાંઠની સફળતાપૂર્વકની
ઉજવણી કરી છે, તે પણ ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદની વિશિષ્ટ હાજરીમાં, ત્યારબાદ ભારતના
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે.

ગોવામાં અદ્દભુત ઉજવણી બાદ, ગોવા સરકાર, ગોવાના લોકોની સાથે મળીને સમગ્ર દેશમાં આ વર્ષે લાંબી ઉજવણી
કરવાના છે. જેમાં અમદાવાદ પણ સામેલ છે, આ રાષ્ટ્રવ્યાપી ઉજવણી દેશભરના 6 અલગ-અલગ શહેરો જેવા કે,
ઉદયપુર, વારાણસી, મદુરાઈ, થિરુવંતમપુરમ્ અને મૈસુરમાં 9મી સપ્ટેમ્બરથી 16મી ઓક્ટોબર 2022 દરમિયાન
યોજાશે.

અમદાવાદમાં યોજાનાક ગોવા@60ની અમદાવાદની ઉજવણી ત્રણ દિવસ ચાલશે, જે નેક્સસ અમદાવાદ વન મોલ,
વસ્ત્રાપુર ખાતે 9મી સપ્ટેમ્બરના રોજ શરૂ થશે અને 11મી સપ્ટેમ્બર સુધી ચાલશે. લોકોને ગોવાની જલક મળશે

જેમાં વિવિધ લાઈવ ઇવેન્ટ્સ દ્વારા અધિકૃત ગોવાના કુઝીન, સંગીત, ડાન્સ, સંસ્કૃતિ અને પરંપરાની જાણકારી
મળશે. આ કાર્યક્રમનું મુખ્ય આયોજન ગોવાના સ્વદેશી બોન્ડ ધ ક્લિક્સ, સ્ટીલના પફોર્મન્સ તથા ગોઆન ડાન્સ
ટ્રુપના ડાન્સ પફોર્મન્સ હશે. આ ઉપરાંત ગોવા કાર્નિવલનો ચહેરો- ધ કિંગ મોમોની પ્રસિદ્ધ અને ખુશખુશાલ પરેડ પણ
દર્શાવશે.

આ ઉજવણી અંગે જણાવતા, ગોવાના માનનિય મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંત કહે છે, “રાજ્યની આઝાદી પછી ગોવા
સરકારની બહુપક્ષીય સિદ્ધિઓ દર્શાવતા અમને ખુશી થાય છે. તેને સુશાસનથી લઇને રમતગતમ, કળા અને સંસ્કૃતિ,
પ્રવાસન, શિક્ષણ, આરોગ્યસંભાળ, તથા બીજા ઘણા ક્ષેત્રોમાં સતત વિકાસ કર્યો છે અને તેના સાક્ષી બન્યા છે.

ગોવા@60 એ એક પહેલ છે, જેનાથી વધુને વધુ પ્રવાસી તથા રોકાણકારોને આકર્ષવા માટેની, જે માળખાકિય, કૃષિ,
ટુરિઝમ, ટ્રાન્સપોર્ટ, આઇટી, સલામતી અને સુરક્ષાને વધુ વેગ આપશે તેના બદલામાં ગોવાનું જીવન ધોરણ સુધરશે.
આની સાથે અમારો હેતુ ગોવાને વિશ્વના નક્શા પર મુકવાનો છે.”
બીજા રાજ્યોમાં આ ઉજવણી નીચેની તારીખે યોજાશે:
 ઉદયપુર (રાજસ્થાન)માં- 16થી 18 સપ્ટેમ્બર

2

 વારાણસી (ઉત્તરપ્રદેશ)માં- 23થી 29 સપ્ટેમ્બર
 મદુરાઈ (તામિલનાડુ)માં- 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર
 થિરુવંથપુરમ (કેરાલા)માં- 7થી 9 ઓક્ટોબર
 મૈસુરુ (કર્ણાટકા)માં- 14થી 16 ઓક્ટોબર
ગોવા સરકારના ટોચના અધિકારીઓ આ ઉજવણીનો હિસ્સો છે અને પ્રેસ કોન્ફરન્સને સંબોધશે, મીડિયા તથા આ 6
રાજ્યોના મુખ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરશે. તેઓ સારા સાશન, સર્વિસના ડિઝીટલાઈઝેશન, શિક્ષણના ધોરણોમાં
સુધારો અને ઔદ્યોગિક વિકાસને વેગની સાથોસાથ રોજગારીની તકો, હરિયાળી કવરના રક્ષણ તથા સંરક્ષણના પ્રયત્ન,
ગોવાના ઐતિહાસિક વારસાની જાળવણી જે ભારત અને વિદેશના વધુને વધુ પ્રવાસીઓને આકર્ષશે જેવી 360 ડિગ્રી
પ્રક્રિયા વિશે તેઓ ચર્ચા કરશે.
ગોવા સરકાર મોપા ખાતે નવા આંતરરાષ્ટ્રિય એરપોર્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિકાસ, પ્રવાસ માટેની નવી સેવાઓ,
વધુ સારી ટ્રાન્સપોર્ટ સુવિધા તથા રાજ્યમાં સ્થાનિક લોકો અને મુલાકાતીઓ માટે સલામતી અને સુરક્ષામાં વધારા
જેવી માળખાકિય સુવિધાઓ ઉમેરો કરીને આગામી વર્ષોમાં ગોવાને વધુ ઉંચાઈએ લઈ જવા તેના રોડમેપ અને
વિઝનને પ્રકાશિત કરશે.
આ ઇવેન્ટમાં પોર્ટુગલથી ગોવાની આઝાદી માટે જેઓ લડ્યા છે, તેમને એક શ્રદ્ધાંજલી અને સન્માન આપશે,
ઉપરાંત, જેમને ગોવાને રાજ્યનો દરજ્જો હાંસિલ કરવા સક્ષમ બનાવ્યું છે, તેમને ગોવાના લોકો ખૂબ વખાણે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.