ગોધરાના નારી કેન્દ્ર પાસેથી પોલીસે ચાઇનીઝ દોરીની 83 રીલો સાથે એકને ઝડપ્યો
(તસ્વીર:મનોજ મારવાડી) ગોધરા શહેર પોલીસ દ્વારા આગામી ઉતરાયણ પર્વ ને અનુલક્ષી શહેરમાં ચાઇનીઝ દોરી નાં વપરાશ ઉપર લગામ લાગે તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે શહેર પોલીસ દ્વારા શહેરના નારી કેન્દ્ર પાસે આવેલા વાગડીયા વાસ વિસ્તારમાં રેઇડ કરવામાં આવી હતી.
જ્યાં થી પોલીસે સૂરજ ઉર્ફે સુરેશ ખરાડી પાસેથી ચાઇનીઝ દોરી ની કુલ ૮૩ રીલો ઝડપી પાડી હતી.પોલીસે કુલ રૂ.૨૨ હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે આ મામલે આરોપી સામે ગુન્હો નોધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્યારે આરોપી એ કબૂલાત કરી હતી કે તે આ ચાઇનીઝ દોરી ની રીલો નડિયાદ થી લાવ્યો હતો અને માત્ર રૂ.૫૦ માં એક રીલ મળે છે.