ગોધરાઃ નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે કોગ્રેંસ દ્રારા આવેદનપત્ર અપાયું
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નીટ પરીક્ષા મામલે જિલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં મેડીકલ પ્રવેશ માટેની નીટની પરિક્ષામાં ચોરી કરાવવાનું કૌભાંડ ગોધરાથી પકડાયું છે. Godhra: A complaint was filed by Cograns regarding malpractice in NEET exam
આ કૌભાંડ સમગ્ર દેશમાં ઉજાગર થયું છે.દેશભરમાં મેડીકલ પ્રવેશ માટે નીટના ૨૪ લાખ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓના ભવિષ્યની સાથોસાથ નીટની વિશ્વનીયતા સામે ઉભા થયેલા પ્રશ્નો અંગે ૨૪ લાખ પરીક્ષાર્થીઓના માતા-પિતામાં ભારે બેચેની છે.નેશનલ ટેસ્ટીંગ એજન્સી કે કેન્દ્ર સરકાર વિવાદો આશંકાઓ અને પ્રશ્નો જવાબો આપી રહી નથી નીટની પરિક્ષામાં ૬૭ ઉમેદવારોએ ૧૦૦ % માકર્સ મેળવ્યા હતાં તે પહેલી વખત બન્યું છે.
જેથી બહું મોટાપાયે નીટનું કૌભાંડ આચરાયેલ છે.અને તે કૌભાંડ થી ૨૪ લાખ પરીક્ષાર્થીઓનું ભાવિ અંધકારમય મની ગયું છે. આ કૌભાંડમાં ખુબજ મોટા રાજકિય નેતાઓ અને સંસ્થાના માલીકોની સંડોવણી હોવાની સંભાવના છે.તે વગર આ કૌભાંડ શકય નથી એ જેથી હાલ આ કામે સીબીઆઈ.તપાસ કરી રહી છે.તેમાં અમારી માંગણી એવી છે કે,
આ નીટ કૌભાંડની સંપુર્ણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જે કોઈ નેતાઓ કે સંસ્થાના સંચાલકો સંડોવાયેલ હોય તેમની સામે પણ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.તેમજ નીટની એકઝામની સમગ્ર પ્રક્રિયા રદ કરી નવેશરથી ૨૪ લાખ પરીક્ષાર્થીઓને ન્યાય મળે તેવી કાર્યવાહી ભારત સરકાર કરે તેવી અમારી માંગણી છે.