ગોધરા અભયમ ટીમે કાઉન્સિલિંગથી તૂટતું લગ્નજીવન બચાવ્યું
(પ્રતિનિધિ) ગોધરા, આજ રોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નજીકનાં વિસ્તારમાંથી પીડિતાની કોલ આવતાં તેમને જણાવેલ કે તેમનાં પતિને બીજી મહિલા સાથે પ્રેમ સંબંધ છે જેના કારણે તેમની અવાર નવાર ઝગડો કરી હેરાન કરે છે તેમનાં લવ મેરેજ હોવાના કારણે તેમનાં પિયર વાળાએ પણ તેમને લડીને પિયરમાં આવી નાં પાડી દીધી છે
જેથી તેઓ કંટાળીને ઘરેથી દૂર રોડ પર નીકળી ગયા છે અને કોઈ સહારો નાં હોવાથી એકલતામાં આત્મહત્યાકરવાના વિચારો આવી રહ્યા છે જેથી તેમની મદદ માટે ૧૮૧ વાનની મદદ માંગી.
પંચમહાલ ગોધરા અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડિતા સાથે વાતચીત કરતા તેમને જણાવેલ કે તેમનાં પરિવારની મરજી વિરુદ્ધ લવ મેરેજ કરેલ છે તેઓ તેમનાં પતિ સાથે બહાર કંપનીમાં કામકાજ કરતાં હતાં.ત્યાર બાદ પ્રેગનેંસી માં ૬ મહિના બાદ તેઓ ઘરે આવતા રહ્યા. જેથી તેમનાં પતિ એકલા રહેતા હતા.
તેમનાં પતિ એકલા જમવાનું બનવાનું કે ઘરકામ કરી કંપનીમાં જવાનું કરી શકતાં ન હતા .જેથી તેમની સાથે જ કંપનીમાં કામ કરતી તેમની ફ્રેન્ડ ને તમને વાતચીત કરી તેમનાં પતિને જમવાનું બનાવી આપવા જણાવ્યું. તેમની ફ્રેન્ડ પણ મેરીડ હતા અને તેઓ ફેમિલી સાથે રહેતા હોવાથી તેમને તેમનાં પતિને ત્યાં જમવા જવા માટે કહ્યું.
ધીરે ધીરે તેમનાં પતિ અને તેમની ફ્રેન્ડ વચ્ચે પ્રેમસબંધ બંધાયો.એક વાર તેમનાં પતિએ તેમનાં અને તેમની ફ્રેન્ડ નાં ફોટા સ્ટેટસ માં મૂકતા પીડિતાને તેમનાં વચ્ચે નાં અફેરની જાણ થઈ. પોતાના પતિ અને ફ્રેન્ડ જેમને તેમનાં સાથે વિશ્વાસઘાત કર્યો જેથી તેમનાં પતિ અને તેમની વચ્ચે ઝગડો થતાં
તેમનાં પતિએ તેમની ભૂલ સ્વીકારી ફરી વાર આવું નહિ કરવા બાહેધરી આપી અને ત્યાંથી કામકાજ છોડી પરત વતનમાં આવી ગયા.અને વતનમાં જ કામકાજ કરી ગુજરાન ચલાવતા હતા. તે વાતના થોડા સમય બાદ અચાનક તેમનાં પતિ પાસેથી તેમની ફ્રેન્ડ નું ડોક્યુમેન્ટ મળતાં તેમને તેમનાં પતિને આ વિશે પુછપરછ કરી તો તેઓ નશો કરીને ઘરે આવી ઝગડો કરી અપશબ્દો બોલવા લાગ્યા.
ત્યારબાદ તેમને પિયરમાં જાણ કરતાં તેમનાં મમ્મી એકલા આવ્યા અને તેમનાં સાસરીમાં થી બે- ત્રણ આગેવાનોની ઉપસ્થિતિમાં તે ભૂલ સ્વીકારી તે ડોક્યુમેન્ટ નો પુરાવો નાશ કર્યો.છતાં પણ તેમનાં પતિ નસો કરીને ઘરે આવતા બંને વચ્ચે તે વાતને લઈને ઝગડા થતા જેથી તેઓ ઘર છોડીને ત્યાંથી બહાર નીકળી ગયા.
પિયર અને સાસરમાં બંને બાજુથી સાથ ન મળતાં એકલતા અનુભવતા તેમને આત્મહત્યા નાં વિચારો આવવા લાગ્યા .તેમનાં પતિનું અસરકાર કાઉન્સિલીંગ કરી તેમને કાયદાકીય માહિતી આપી . તેમને તેમની ભૂલ સમજાય અને આજ પછી ફરી વાર આવી ભૂલ નહિ કરું અને કોઈ પણ અન્ય મહિલા સાથે આડ સંબંધ નહિ રાખું
નશો કરીને મારી પત્ની સાથે ઝગડો નહિ કરું તેવી બાહેધરી આપી.પીડિતાનું પણ કાઉન્સિલીંગ કરી તેમને પણ સમજાવતા તેમને પણ જણાવાયું કે હું પણ આજ પછી આમ ઘર છોડીને એકલા નાં નીકળી જાવ કે આત્મહત્યા કરવાના વિચારો નહિ કરું તેમજ મારા પતિ અને બાળક સાથે હળીમળીને રહીશ આમ બંને નું અસરકારતાથી કાઉન્સિલિંગ કરી બંને ને સમજાવી બંનેનું લગ્નજીવન તૂટતું બચાવી બંને વચ્ચે સમાધાન કરાવેલ .