ગોધરાના મુખ્ય માર્ગો ઉપર રખડતા ઢોરોને પકડવાની કવાયત
આ અહેવાલ થોડા દિવસો પહેલા વેસ્ટર્ન ટાઈમ્સ અખબારમા પ્રસારીત કરવામાં આવ્યા હતા. જેને લઈને ગોધરા નગરપાલિકા દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી.
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેરમાં રખડતા ઢોરોના ત્રાસને લઈને સ્થાનિક રહીશ, વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી પડી રહી હતી. અનેક વખત ગોધરા નગરપાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી ગઈકાલે ગોધરા પ્રાંત અધિકારીએ નગરપાલિકાના અધિકારી સહિત સ્ટાફની બેઠક બોલાવી અને રખડતા ઢોરોને પકડવા માટે જાણ કરવામાં આવી હતી.
જેના લીધે ગોધરા નગરપાલિકાના દ્વારા ગઈકાલે એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. તેમા જણાવ્યું હતું કે રખડતા પશુઓ મુખ્ય માર્ગ પર માલુમ પડશે તો કસૂર પણ વ્યક્તિઓ સામે દંડનીય તેમજ કાર્યવાહી કરાશે નહી માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
ગતરોજ પાલિકા દ્વારા માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી હતી પરંતુ રખડતા ઢોરના માલિકોને પોતાના ઢોરને પોતાના જગ્યામાં રાખવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ ઢોરોના માલિક દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતા આજે વહેલી સવારે ગોધરા પ્રાંત અધિકારી, પોલીસ તંત્ર અને નગરપાલિકાની ટીમ દ્વારા ગોધરા શહેરના મુખ્ય માર્ગો ઉપર રખડતા ૨૦ જેટલા ઢોરોને પાંજરે પૂરીને ગોધરા પરવડી ખાતે આવેલા પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા.
ગોધરા શહેરમાં આવેલા લાલબાગ બસ સ્ટેન્ડ વિસ્તાર, બામરોલી રોડ, દાહોદ રોડ, ભૂરાવાવ વિસ્તાર, અમદાવાદ હાઈવે, લુણાવાડા રોડના મુખ્ય માર્ગ ઉપર રખડતા ઢોરોના ત્રાસ ખૂબ જ વધ્યા છે. જેના કારણે સ્થાનિક રહીશો અને અવરજવર કરતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગોધરા શહેરના વાવડી પાસે આવેલા મુન લાઈટ, બીવી ગાંધી પેટ્રોલ પંપ,
પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક સામે બહારપુરા, લાલબાગ બસ સ્ટેન્ડની સામે જ આવેલી રેલીંગોને અડીને આખલા, બળદ સહિત અન્ય ઢોરનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ અહેવાલ થોડા દિવસો પહેલા વેસ્ટર્ન ટાઈમ્સ અખબારમા પ્રસારીત કરવામાં આવ્યા હતા. જેને લઈને ગોધરા નગરપાલિકા દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી.
જેમાં પશુઓ રાખતા માલિકોને જાણ કરવામાં આવી હતી કે પોતાના પશુઓ રખડતા ન મુકવા અને પોતાની જગ્યામાં રાખવા જાણ કરવામાં આવી હતી. જો તેમ કરવામાં ચુક થશે અને પશુઓ રખડતા માલુમ પડશે તો કસુરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેવું ગોધરા નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું.