Western Times News

Gujarati News

રખડતા ઢોરોને હટાવવા સામાજિક કાર્યકર ગોવાળ બન્યા

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરામાં રખડતા ઢોરો મામલે તંત્ર દ્વારા અસરકારક કામગીરી ન કરવામાં આવતા આખરે શહેરના સામાજિક કાર્યકર કૈલાશ કારીઆ ગૌવાળ બની ઢોર હટાવવા રસ્તે ઉતર્યા હતા.

ગોધરા શહેરના મુખ્ય માર્ગો પર લાંબા સમયથી રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહેતા નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન ચાલકો અને રાહદારીઓ અનેક વખત અકસ્માતનો ભોગ પણ બન્યા છે તેમ છતાંય ભાન ભુલી ચૂકેલું પાલિકા તંત્ર આ સમસ્યા દૂર કરવામાં નિષ્ક્રિય સાબિત થઈ રહ્યું છે

થોડા સમય અગાઉ ગોધરા નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા એક ડ્રાઈવ યોજવામાં આવી હતી જે દરમિયાન જવાબદાર તંત્રના અધિકારીઓ અને પાલિકાના સત્તાધીશો વહીવટદારોએ માત્ર ને માત્ર ફોટો સેશન કરાવી સંતોષ માની લીધો હતો

અને નામ પૂર્તિ કાર્યવાહી કરી વાહવાહી મેળવવાનો પ્રયાસ કરાયો હતો તો બીજી તરફ રખડતા ઢોરો મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ નગરપાલિકાઓને આ સમસ્યા દૂર કરવા માટે જણાવવામાં આવ્યું છે

તેમ છતાં પાલિકા દ્વારા હાઇકોર્ટના આદેશોનું પણ પાલન કરવામાં આવતું નથી જેને લઈને ગોધરા નગરપાલિકાની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્‌યા છે અનેક વખત શહેરના લોકો દ્વારા રખડતા ઢોરો મામલે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ધ્યાને લેવામાં આવતી નથી જેના કારણે નિર્દોષ લોકો ઘણી વખત અકસ્માતનો ભોગ બની રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.