ભર ઉનાળે ગોધરા સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીની સમસ્યા

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લાના મુખ્ય ગણાતી ગોધરા સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે. ગરમીના તાપમાન સાથે સમસ્યાઓ વધતી જાય છે ત્યારે ગોધરા સિવિલ હોસ્પિટલના નળોમાં પૂરતા પ્રેશરથી પાણી ન આવતા દર્દીઓ અને તેમના સગાઓ હેરાન પડી રહ્યા છે.
હોસ્પિટલના નળોમાંથી પૂરતું અને સમયસર પાણી ન મળતાં પાણી ભરવા માટે લાંબી લાઈનો લાગી જાય છે. દર્દીઓની સારવાર માટે આવેલા તેમના પરિજનોને પીવાના પાણી માટે હોસ્પિટલની બહારથી પાણીની બોટલો ખરીદવી પડે છે, જેના કારણે આર્થિક ભારો પણ વધી રહ્યો છે.
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આવી અગત્યની સુવિધાનું અભાવ દર્દીઓ માટે આફતરૂપ બન્યું છે. જિલ્લામાંની મુખ્ય અને વ્યસ્ત ગણાતી ગોધરા સિવિલ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે.
આ પરિસ્થિતિમાં દર્દીઓ અને તેમના સગાઓ માટે યોગ્ય પીવાના પાણીની ઉપલબ્ધિ ખુબ જ જરૂરી છે.સિવિલ હોસ્પિટલની વહીવટી તંત્ર તરફથી ઉનાળાની હજુ સુધી કોઇ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી,
જેને કારણે સ્થાનિકોમાં રોષ ફેલાઈ રહ્યો છે. હોસ્પિટલ ખાતે યોગ્ય પાણી પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવે તેમજ નળોમાં પૂરતા પ્રેસર થી પાણી મળે તે માટે જવાબદાર તંત્ર સામે માંગ ઉઠી રહી છે.સ્થાનિકો અને દર્દી પરિવારો સરકાર તથા આરોગ્ય વિભાગને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી રહ્યા છે જેથી તંત્રની આંખ ખુલે અને લોકો આરામથી અને આરોગ્ય લક્ષી દર્દીઓને સારવાર મેળવી શકે તેમ છે..