Western Times News

Gujarati News

સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવાની સાયકલ બારોબાર હરાજી કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો

ગોધરામાં ભંગારના ગોડાઉનમાંથી હરાજી કરાયેલી 100થી વધુ સાયકલો મળી

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેર ના બહારપુરા વિસ્તારમાં આવેલ જૂની મહેતા સ્કૂલની સામે એક મકાન ના ગોડાઉનમાં વર્ષ ૨૦૧૪ અને ૧૫માં પંચમહાલ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા હેઠળ સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવાની સાયકલ બારોબાર નવ વર્ષ બાદ હરાજી કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો હતો.

પંચમહાલ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા ૨૦૧૪-૧૫મા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ શાળા અને ટ્યુશન ક્લાસમાં સમયસર પહોંચી શકે તેના માટે સરકારે ૯ વર્ષ પહેલાં ઉપરોક્ત સાઈકલોની ખરીદી કરી હતી.

પરંતુ નિશુલ્ક આપવાની આ સાઈકલોનું લાંબા સમય સુધી વિતરણ કરવામાં આવ્યું ન હતું. આશ્ચર્ય તો એ વાતનું છે, કે વર્ષ ૨૦૧૪-૧૫મા વિદ્યાર્થીઓને સાઈકલ આપવાને બદલે તેનું બારોબાર નવ વર્ષ બાદ તેની હરાજી કરવામાં આવતાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં ૧૨૫ જેટલી સાઈકલોનો હરાજી દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો.

પંચમહાલ જિલ્લાના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને સ્કૂલે અને ટ્યુશન આવવા જવામાં તકલીફ ના પડે તે માટે સરકાર દ્વારા ઈડ્ઢદ્ગ – ૯ હેઠળ ખરીદવામાં આવેલી ઉપરોક્ત સાયકલો વિદ્યાર્થીઓને વર્ષ ૨૦૧૪-૧૫ વિતરણ કરવામાં હતું પરંતુ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગના શિક્ષણ અધિકારી દ્વારા બારોબાર ૯ વર્ષ બાદ હરાજી કરીને સાઈકલની વેચાણ કરી દેવામાં આવ્યો હતો.

જેના કારણે સમગ્ર પંચમહાલ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.પંચમહાલ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા ઈડ્ઢદ્ગ વર્ષ ૨૦૧૪ અને ૧૫માં ખરીદ કરવામાં આવેલ સાઈકલનું વિદ્યાર્થીઓને વિતરણ કરવાને બદલે એ સાઈકલનું નવ વર્ષ બાદ હરાજી કરવામાં આવી હતી. જે ચર્ચાનો વિષય બન્યો હતો. શિક્ષણ વિભાગ દ્વારા ૨૦૧૪-૧૫મા ખરીદ કરવામાં આવેલ સાઈકલોની નિકાલ કરવા માટે પરિપત્ર કરવામાં આવ્યો હતો.

જેમાં જિલ્લા કક્ષાએથી સૂચના કરવામાં આવી હતી કે, ૧૨૫ જેટલી બિન વિતરીત સાઈકલની હરાજીની પ્રક્રિયા માટે વર્તમાનપત્રમાં જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ૩૧/૭/૨૦૨૪ના રોજ જિલ્લામાં આવેલી કુલ ૧૨૫ સાઈકલોની હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જેમાં ૬ જેટલા બીલ્ડરોએ ભાગ લીધો હતો. જેમાં ગોધરાના જાબીરભાઈ શિકારીએ સૌથી ઊંચો ભાવ બોલવામાં આવ્યો હતો. જે શરતોના આધીન વર્ક ઓર્ડર તેઓને આપવામાં આવ્યો હતો. જેમાં કોન્ટ્રાક્ટર મેળવનાર વ્યક્તિએ ક્વોટ કરેલી રકમ પ્રમાણે ૨૫% લેખે ૩૧૨૫૦ હરાજીના દિવસે જમા કર્યા હતા.

જ્યારે બાકીના ૭૫% લેખે ૯૩,૫૫૦ ભરવાની રકમ જિલ્લા શિક્ષણ અધિકારીના નામે ડિમાન્ડ ડ્રાફ્‌ટ આપ્યો હતો.જ્યારે જીએસટી સાથેની રકમ અલગથી ભરવાની હતી અને જે સ્થળે સાઈકલ છે તેને સ્વખર્ચે ઉઠાવી લેવા તેમજ વર્ક ઓર્ડર મળ્યા અને પાંચ દિવસમાં તમામ સાઈકલનમને ઉઠાવી લેવાનું પરિપત્રમાં જણાવાયું હતું. જો પાંચ દિવસમાં સાઈકલો લેવામાં નહીં આવે તો દંડની રકમ ભરવામાં આવશે તેવું શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્રમાં જાળવવામાં આવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.