ગોધરાના દેવીપૂજક સમાજે પંચમહાલ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
(પ્રતિનિધી) ગોધરા. બોટાદ ખાતે ૯ વર્ષિય બાળકી સાથે દુષ્કર્મ અને તેની હત્યા કરનાર આરોપીના વિરોધ માં ફાંસીની સજાની માંગ સાથે ગોધરા દેવીપૂજક સમાજ દ્વારા પંચમહાલ જીલ્લા કલેકટર ને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર ગઈ તારીખ ૧૫-૦૧-૨૦૨૩ ના રોજ બોટાદમાં દેવીપૂજક સમાજની નવ વર્ષની માસુમ બાળકી પતંગ લુટવા ગયેલ તે સમયે આરોપી રાજેશભાઈ દેવસંગભાઈ ચૌહાણનાઓએ બોટાદ ઢાંકણીયા રોડ ઉપર આઈ.ટી.આઈ. પાછળ ફૂલવાડી તરીકે ઓળખતા વિસ્તારમાં આવેલ ખંડેરમાં ક્વાર્ટરમાં લઈ જઈ બાળાને અર્ધનગ્ન કરી દુષ્કર્મ કરી મોત નિપજાવેલ છે. જે અન્વયે બોટાદ ટાઉન પોલીસ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે.
સમાજમાં અશોભનીય બનાવ બનેલ છે. જેથી બાળકો પર બળાત્કાર અને બાદ હત્યામાં પકડાયેલ આરોપીને વિરુદ્ધ ઘનિષ્ઠ અને ઉંડાણપૂર્વક તપાસ થાય અને ગુનામાં પકડાયેલ આરોપી સામે ન્યાયીક કાર્યવાહી સમય મર્યાદામાં પૂર્ણ કરી દોષિતને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે ગોધરા માં દેવીપૂજક સમાજ ના લોકો દ્વારા પંચમહાલ કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.