ગોધરા: બે ખાનગી બસના અકસ્માતમાં, ચાર મુસાફરોના મોત
ગોધરા, પંચમહાલના ગોધરા હાઇવે પર આજે વહેલી સવારે બે ખાનગી બસના અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ૧૧ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગોધરા દાહોદ હાઇવે પર અમદાવાદથી ઈન્દોર જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ બગડતા રોડ પર ઉભી રાખવામાં આવી હતી. ત્યારે ગોધરા તરફ જતી અન્ય એક ખાનગી બસે તેને પાછળથી ધડાકાભેર અથાડી દીધી હતી. Godhra: Four passengers killed in two private bus accidents
અથાડીને તે બસ રોડની સાઇડમાં ખાબકી ગઇ હતી. હાલ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. અકસ્માતની જાણ થતા જ ડીવાયએસપી સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદથી ઇન્દોર જઈ રહેલી ખાનગી લકઝરી બસમાં ટેક્નિકલ ખામી સર્જાતા હાઇવે ઉપર જ પાર્ક કરી રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી હતી.
આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી અન્ય ખાનગી બસે ટક્કર મારતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બસને ટક્કર મારીને આવતી બસના ચાલકે કાબુ ગુમાવતા બસ રોડની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી ગઈ હતી. ટક્કર વાગતા ઉભેલી બસની પાછળના ભાગે બેઠેલા મુસાફરોના મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં લક્ઝરીમાં બેઠેલા ચાર મુસાફરોના મોત નિપજ્યા છે.
મૃતકોમાં મોટાભાગે શ્રમિક પરિવાર હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં બે બાળકો, એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે. તેમજ બે મુસાફરોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યુ છે. ગોધરા એસડીએમ પ્રવીણસિંહ જેતાવતે આ અકસ્માત અંગે જણાવ્યું છે કે, આજે વહેલી સવારે પરબડી ચોકડી પાસે એક બગડેલી બસ ઉભી હતી.
પાછળથી દાહોદ બાજુથી એક બસ આવતી હતી. આ બંને વચ્ચે અકસ્માત સર્જાયો છે અને તેમાં ચાર લોકોનો મોત નીપજ્યા છે અને કુલ ૧૧ મુસાફરો ઇજાગ્રસ્ત થતા તમામને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. એક બાળક સહિત બે મુસાફરોની હાલત ગંભીર જણાતા તેમને વડોદરા વધુ સારવાર અર્થે ખસેડાયા છે.
આ ઉપરાંતના ઇજાગ્રસ્તોને પ્રાઇમરી સારવાર આપીને તેમના પરિવાર સાથે મોકલી દેવામાં આવ્યા છે. પ્રાંત અધિકારી સહિતની કાફલો ગોધરા સિવિલ હોસ્પિટલ પહોંચ્યો છે. આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે વહેલી સવારે દાહોદથી ગોધરા તરફ આવતા હાઇવે પર એક લક્ઝરી બસ બગડી જતા તેને રોડની એક બાજુએ પાર્ક કરીને પાર્કિંગ લાઇટ પણ ચાલુ રાખવામાં આવી હતી.
જેથી દૂરથી જાેઇ શકાય. તે છતાં પાછળથી એક લક્ઝરી બસ આવી અને ઉભેલી બસને અથાડીને ડાબી બાજુ ૧૦૦ ફૂટ દૂર લક્ઝરી અંદર ઉતારી દીધી હતી. જેના કારણે ચાર મુસાફરોના મોત નીપજ્યા છે અને અન્ય લોકોની સારવાર ચાલી રહી છે. રોડ પરથી નીચે ઉતરી ગયેલી બસને કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી રહી છે.SS1MS