ગોધરાના ગણેશ વિસર્જન રૂટ પર પંચમહાલ પોલીસ દ્રારા ફ્લેગ માર્ચ યોજાઈ
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પાંચ દિવસ નું આતિથ્ય માણ્યા બાદ આવતી કાલે ગોધરા માં થી દુંદાળા દેવ ગણેશજી વિદાય લેશે જેની ઐતિહાસિક ગણાતી ગણેશ વિસર્જન યાત્રા આવતી કાલે નીકળવા ની હોય પંચમહાલ પોલીસ દ્વારા સાવચેતી અને અગમચેતી ના ભાગ રૂપે ચુસ્ત અને લોખંડી બંદોબસ્ત ખડકી દેવા માં આવનાર છે.
આ બંદોબસ્ત સંદર્ભે આઈ.જી. અને એસપી પંચમહાલ ની આગેવાની માં ગોધરા નગર ના વિસર્જન રૂટ પર આજરોજ ફ્લેગ માર્ચ યોજવા માં આવી હતી.
સમગ્ર રાજ્ય માં ગોધરા માત્ર એક એવું શહેર છે જ્યાં પાંચ દિવસ નું આતિથ્ય માણ્યા બાદ છઠ્ઠે દિવસે ગણેશ પ્રતિમાઓ નું ઐતિહાસિક ર્વિસજન યાત્રા બાદ ગોધરા ના રામ સાગર તળાવ માં વિસર્જિત કરવા માં આવે છે. આ વખતે અંદાજીત ૧૨૫ જેટલી ગણેશજી ની મોટી પ્રતિમાઓ એક સાથે વિસર્જન યાત્રા માં જાેડાશે.
તેમજ અન્ય નાના મોટા મળી ૧૨૦૦ થી વધુ ગણેશ પ્રતિમાઓ નું આવતી કાલે જ વિસર્જન થનાર છે.ત્યારે ખૂબ જ સંવેદનશીલ ગણાતી ગોધરા ની ગણેશ વિસર્જન યાત્રા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પંચમહાલ પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવવા માં આવી છે.
ડ્રોન અને સીસીટીવી કેમેરા સહિત અત્યાધુનિક ઉપકરણો થી સમગ્ર ગણેશ વિસર્જન યાત્રા પર ચાંપતી નજર રાખવા માં આવનાર છે તો સાથે આ યાત્રા ના બંદોબસ્ત માં ૧ એસપી,૧૧ ડીવાયએસપી, ૧૨૦૭ પુરુષ તેમજ ૧૩૧ મહિલા મળી કુલ ૧૩૩૮ પોલીસ જવાનો,૭૩૪ હોમગાર્ડ જવાનો,૫ એસઆરપી કંપની અને ૧ સીઆઈએસસેફ ની કંપની ના જવાનો અને અધિકારીઓ ગણેશ વિસર્જન યાત્રા માં જાેડાઈ લોખંડી બંદોબસ્ત રાખનાર છે