Western Times News

Gujarati News

ગોધરા જનરલ નર્સિંગ સ્કૂલમાં પોક્સો એક્ટ વિશે જાગૃત શિબિર યોજાઈ

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) ગોધરા, સિવીલ હોસ્પિટલ ગોધરા માં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગોધરા દ્વારા જનરલ ર્નસિંગ સ્કૂલ માં યોન અપરાધોથી બાળકોની સુરક્ષા અધિનિયમ ૨૦૧૨ પોક્સો એક્ટ વિશે જાગૃત થાય તે અંગેની શિબીર યોજાઈ હતી.

નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસા ન્યૂ દિલ્હી તેમજ નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ ના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા ના સેવા સત્તામંડળ ગોધરા ના સચિવ શ્રી કે.કે.પટેલ સાહેબ દ્વારા જનરલ ર્નસિંગ સ્કૂલ ગવર્મેન્ટ કોલેજ ગોધરા ના વિદ્યાર્થીઓને જાતીય ગુનાઓ સામે બાળકોના રક્ષણ અંગે પોકસો એક્ટ ૨૦૧૨, ચાઈલ્ડ મેરેજ એક્ટ તથા વિક્ટટીમ કોમ્પલસેસન સ્કીમ ના કાયદા અંગેની માહિતી આપવામાં આવી.

પોક્સો એક્ટ ૨૦૧૨ જાતીય સતામણી એટલે શું? બાળકો સાથેના યોન અપરાધો, કાયદા અંગેની જોગવાઈઓ, બાળકો સાથે ગુના થાય ત્યારે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. પેરા લીગલ વોલેન્ટીયર જશવંતભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા સજાઓ અંગે તથા માતા પિતાએ ગુના બાબતે શું કાળજી લેવી જોઈએ તેમ જ બનાવો બાબતે મદદ માટે કોને જાણ કરવી તથા હેલ્પલાઇન નંબર અંગેની સુંદર માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.

આ પ્રસંગે સિવિલ સર્જન ડોક્ટર મોના બેન પંડ્‌યા, જનરલ ર્નસિંગ સ્કૂલ કોલેજના પ્રિન્સિપાલ શારદાબેન ચૌહાણ, આર એમ ઓ ડોક્ટર કમલેશ પ્રસાદ, ડોક્ટર પૂર્વીબેન દેસાઈ તથા ડી. એન.એસ જાગૃતિબેન તથા ર્નસિંગ સ્કૂલના સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.