Western Times News

Gujarati News

ગોધરાના બસ સ્ટેશનથી નજીકના બિસ્માર રોડનું સમારકામ શરૂ કરાયું

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેર પડેલ ગત એક સપ્તાહ પહેલા અતિભારે વરસાદના પગલે ગોધરા શહેર ના મોટાભાગના રોડ રસ્તોઓ પાણીમાં ધોવાણ થહી ગયા હતા.જેના કારણે રસ્તાઓની હાલત ઉબડ ખાબડ બની હતી અને અવર જવર કરવામાં લોકો ને ભારે હાલાકીઓ વેઠવી પડતી હતી.

શહેરીજનો અને સામાજિક કાર્યકર દ્વારા અનેક વખત પાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી ન હતી. જેથી લાલબાગ બસ સ્ટેન્ડ થી બગીચા રોડ વિસ્તારના સ્થાનિક દુકાનદારો દ્વારા યોગ્ય કામગીરી ન કરવામાં આવતા પાંચ દિવસો પહેલા વિરોધ દર્શાવ્યો હતો. જેનો અહેવાલ વેસ્ટર્ન ટાઈમ્સ અખબાર મા પ્રસારી કરવામાં આવ્યો હતો તે અહેવાલ ની ધારધાર અસર જોવા મળતા ગોધરા પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ગોધરા શહેરમાં પડેલ અનાધાર વરસાદ ના પગલે શહેર નો ગણાતો મુખ્ય માર્ગ બગીચા થી બસ સ્ટેશન જતા માર્ગ ઉપર બસ મોટા ખાડાઓ અને ધૂળની ડમરીઓ ઉડવા પામતા સ્થાનિક દુકાનદારો ભારે પરેશાન થયા હતા .જેને લઈને વેપારીઓ દ્વારા ભારે વિરોધ દર્શાવ્યો હતો.તેની ખબર સ્થાનિક પાલિકાના સભ્યોને થતા વેપારીઓને ખાત્રરી આપવામાં આવી હતી કે વહેલી તકે આ માર્ગનું સમારકામ કરવામાં આવશે

પરંતુ દિવસો વીત્યા છતાં પણ માર્ગનુ સમારકામ માં વિલંબ તથા ફરી સ્થાનિક વેપારીઓ દ્વારા માર્ગો ઉપર ઉતરીને ભારે સૂત્રોચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો જેને લઇને આજરોજ પાલિકા તંત્ર દ્વારા બગીચા રોડ થી બસ સ્ટેશન જતા મુખ્ય માર્ગ ઉપર જેસીબી દ્વારા લેવીલિંગ કરીને સમારકામની કામગીરી હાથ ધરવામા આવતા સ્થાનિક વેપારીઓ દ્વારા હાશકારો અનુભવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.