Western Times News

Gujarati News

ગોધરાના કેટલાક ગામોમાં રાત્રે ડ્રોન ઉડી રહ્યા હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર!!

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા તાલુકા ના પશ્ચિમ વિસ્તાર ના ગામો નદીસર, ટીંબાગામ,ધરી, કબીરપૂર, કાબરીયા, છાપરિયા સહિત વિસ્તાર માં છેલ્લા ત્રણ,ચાર દિવસ થી રાત્રી ના સમયે આકાશ મા ડ્રોન ઊડતા જાેવા મળતા સમગ્ર વિસ્તાર ની જનતા માં કુતૂહલ સાથે ભય ની લાગણીઓ પ્રસરી જવા પામી છે.

આ અંગે મળતી વિગતો અનુસાર ગોધરા તાલુકા ના પશ્ચિમ વિસ્તાર ના ઉપરોક્ત ગામો માં છેલ્લા ત્રણ થી ચાર દિવસથી રાત્રી માં નવ વાગ્યા બાદ આકાશ માં અચાનક એક સાથે ચાર થી પાંચ જેટલા ડ્રોન ઊડતા જાેવા મળી રહ્યા છે ડ્રોન આકાશ માં દક્ષિણ થી ઉત્તર અને પૂર્વ થી પશ્ચિમ દિશામાં વારા ફરતી ઊડતા જાેવા મળે છેThe incident of drones flying at night in some villages of Godhra has caused a stir in the entire diocese !!

અને મોટા ભાગના ગ્રામજનો એ ડ્રોન ઊડતા પ્રત્યક્ષ નજરે જાેયા છે આ તરફ સરકાર દ્વારા ખેતી તેમજ રહેઠાણ અને ગૌચર સહિત ની જગ્યા ઓનું ડ્રોન દ્વારા મપિંગ કરવા માં આવનાર છે તેવી ચર્ચા વચ્ચે સબંધિત વિભાગ માં પૂછતા ત્યાંથી આવા કોઈ ડ્રોન ઉડાડવા માં નથી

આવતા તેમજ રાત્રી ના સમયે મેપીંગ કરવા માં નથી આવતું તેવી હકીકત આ બાબત ને વધુ ઘેરી બનાવે છે ત્યારે કેટલાક આગેવાનો દ્વારા કાકનપુર પોલીસ તંત્ર ને આ બાબતે જાણ કરતા પોલીસ તંત્ર દ્વારા પણ ટીંબાગામ અને નદીસર થી લઇ નર્મદા કેનાલ એકવાડેક સુધી રાત્રે તપાસ હાથ ધરવામાં આવી હતી

જ્યારે ટીંબા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન અને જાહેર માર્ગો તેમજ નર્મદા કેનાલ પર લોકો ડ્રોન ને જાેવા રાત્રી ના સમયે મોટી સંખ્યામાં એકઠા થયા હતા ડ્રોન ને લઈ ને લોકો માં તરેહ તરેહ ની ચર્ચા જાેવા મળી હતી જયારે વિશ્વસનીય માહિતી મુજબ ડેસર તાલુકાના ના કેટલાક વિસ્તાર માં પણ ડ્રોન રાત્રી ના સમયે જાેવા મળ્યા છે

સામાન્ય સંજાેગો માં જે વ્યવસાયકારો પાસે ડ્રોન છે તેમના જણાવ્યા મુજબ આવી રીતે ડ્રોન રાત્રી સમયે કોઈ ઉડાડે નહીં તેનું કોઈ ટેસ્ટ્ટિંગ કરવા નું હોય તો પણ દિવસે જ થાય ત્યારે સદર વિસ્તાર માં રાત્રે ઊડતા ડ્રોન જ્યાં સુધી સાચી માહિતી ના મળે ત્યાં સુધી રહસ્યમય રહેવા ના છે

કાકણપુર પોલીસ સ્ટેશન નો સંપર્ક કરતા બે દિવસ પહેલા ટીંબાગામ ના ચાંચિયા ના ટેકરા વિસ્તાર માંથી એક ખેડૂત ને નીચે પડેલું ડ્રોન જાેવા મળ્યું હતું તે અંગે પોલીસ દ્વારા ડ્રોન કબજે કરી જાણવા જાેગ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે ત્યારે સમગ્ર વિસ્તાર માં સદર ડ્રોન અંગે યોગ્ય તપાસ કરી સાચી હકીકત બહાર લાવવા માંગ ઉઠી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.