Western Times News

Gujarati News

ગોધરા LCBએ વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી

(પ્રતિનિધિ)ગોધરા,  પંચમહાલ જિલ્લા પોલીસ નાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવુતિ ને નેસ્ત નાબૂદ કરવા માટે જિલ્લાની પોલીસને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.જેમાં ગોધરા એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેકટર એન.એલ.દેસાઈ દ્વારા એલ.સી.બી.પોલીસ સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોહિબીશન ની હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી રેઇડ કરવા સૂચના આપી હતી.

જેમાં ગોધરા એલ.સી.બી.પોલીસના હેડ કોન્સ્ટેબલ કેહજીભાઈ સૈયદુ ભાઈ ને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે એક ક્રેટા ગાડી જે દારૂ ભરેલા આઇસર ગાડી(એમ.એચ.૪૩. વાય.૭૮૩૧) નું પાયલોટિંગ કરી વડોદરાથી ગોધરા તરફ બાય પાસ રોડ તરફ આવનાર છે.

તેવી મળેલી બાતમી આધારે ગોધરા એલ.સી.બી.પોલીસ સબ ઇન્સ્પેકટર પી.એન.ઝાલા તથા સ્ટાફ દ્વારા ગોધરા પાસે પરવડી ચોકડી પાસે નાકાબંધી કરી હતી.

ત્યારે બાતમી મુજબની આઇસર ટ્રક આવતા તેને રોકી ટ્રક સાથે બે ઇસમોને ઝડપી પાડી આઇસર ટ્રકમાં તપાસ કરતા કુલ વિદેશી દારૂની ૮૦૦ નંગ પેટીઓ રૂ.૪૨,૨૪,૦૦૦ તેમજ આઈસર ટ્રક રૂ.૧૦ લાખ તેમજ મોબાઇલ ફોન બે રૂ.૧૦,૦૦૦ મળી કુલ રૂ.૫૨,૩૪,૦૦૦ નાં મુદ્દામાલ સાથે બે ખેપીયાઓને ઝડપી પાડી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગોધરા એલ.સી.બી.પોલીસે ઉકત કાર્યવાહી દરમિયાન રાજસ્થાન રાજ્ય નાં દીપલાલ ગમાનજી ડાંગી અને કૈલાશચંદ્ર પુષ્કર લાલ ડાંગીની ધરપકડ કરી હતી.આ ગુન્હામાં સહ આરોપીઓ તરીકે અમદાવાદ નાં ભૈરવ સિંહ ઉર્ફે રવી ઉર્ફે પવન ઉર્ફે રાજુ માનસિંહ રાજપૂત તેમજ દિનેશ ટાંડી તથા બાપુ અને આઈસર ગાડી નો માલીક નાં નામ ખૂલ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.