લુણાવાડામાં થયેલ ત્રણ ચોરીઓનો ભેદ ઉકેલાયોઃ ત્રણની ધરપકડ
(પ્રતિનિધિ) ગોધરા, લુણાવાડા એલ.સી.બી પોલીસે ત્રણ અલગ અલગ જગ્યાએ થયેલ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડી મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.ખાંટ નાઓએ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવેલ તથા મિલકત સંબંધી બનેલ વણશોધાયેલ ગુનાઓ શોધવા તથા બનતા અટકાવવા સારૂ ખાનગી બાતમીદારો રોકેલ અને
હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદ લીધેલ.લુણાવાડા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં મધવાસ અને સજ્જનપુર ગામમાં ડાંગર ચોરીના કુલ ત્રણ બનાવ બનેલ જે બનાવ અનુસંધાને પોલીસ ઇન્સપેકટર એમ.કે.ખાંટ નાઓને મળેલ ચોક્કસ માહીતીના આધારે રૂ. ૫૦,૮૪૭/-ની કિંમતની ડાંગર તથા ચોરી માટે ઉપયોગમાં લીધેલ પીકઅપ વાહન મળી કુલ રૂ ૦૫,૬૦,૮૪૭/- ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ
(૧) બાબુભાઇ લાડુભાઇ મછાર રહેવાસી ગામ તેજાકુંઇ મછાર ફળીયું તા.ખાનપુર જી.મહીસાગર (૨) સુનીલકુમાર ઇક્ષ્મણભાઇ વાદી રહે. મધવાસ તા.લુણાવાડા, જી.મહીસાગર(૩) કલ્પેશ કુમાર લુજાભાઇ વાદી રહે. વડાગામ. તા.ખાનપુર ના આરોપીઓ ને ઝડપી પાડી ને લુણાવાડા ટાઉન પો.સ્ટે.ના ત્રણ ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે.
કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓઃ-એલ.સી.બી. પો.ઇન્સ..એમ. કે.ખાંટ,પો.સ.ઇ.. પી.એમ.મકવાણા,પો.સ.ઈ.. કે.સી.સિસોદીયા, એ.એસ.આઇ. ધર્મેદ્રભાઇ ભેમાભાઇ, અહેકો મહેન્દ્રસિંહ નાનુસિંહ, આહેકો મહિપાલસિંહ ઉમેદસિંહ, આહેકો પંકજસિંહ પૃથ્વિસિંહ, આહેકો માધવસિંહ અર્જુનસિંહ, આપોકો અશ્વિનકુમાર મણિલાલ, અ.પો.કો.વિક્રમસિંગ ફુલસિંગ, ડ્રાહેકો જયદિપસિંહ ભારતસિંહ, ડ્રાહેકો રથજીભાઇ ભાવસિંહ,.