ગોધરાના મુખ્ય માર્ગો ઉપર રખડતા ઢોરોનો અડીંગો
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા નગરપાલિકા ની નિષ્ક્રિયતાના કારણે મુખ્ય માર્ગો ઉપર રખડતા ઢોરોના આંતક યથાવત જાેવા મળી રહ્યો છે. વાહન ચાલકો સહિત પ્રજાજનો અકસ્માતના દહેશત થી ભયભીત જાેવા મળી રહ્યા છે. Godhra main road cattle menace
ગોધરા શહેરને પસાર થતા મુખ્ય માર્ગો પર ૨૪ કલાક સતત વાહનોથી ધમધમતો હોય છે. ત્યારે મુખ્ય માર્ગ પર આવેલ ભુરાવાઓ રોડ, બસ સ્ટેશન રોડ, ચર્ચ સર્કલ રોડ, દાહોદ રોડ, સિવિલ હોસ્પિટલ રોડ, બામરોલી રોડ, સહિતના વિવિધ માર્ગો પર રખડતા ઢોરો અડિંગો જમાવીને માર્ગની વચ્ચોવચ બેસી રહેતા
હોવાથી અહીંથી પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભય સતાવતો હોય છે. તો કેટલીક વાર રખડતા ઢોરોના કારણે અકસ્માતના બનાવો પણ બની ચુક્યા છે. જેમાં કેટલાક બાઈક ચાલકો આ રખડતા ઢોરોની અડફેટમાં આવતા હોય અને તેઓને નાની મોટી ઈજાઓ પણ પહોંચતી હોવાના બનાવો બનતા હોય છે.
જેથી આ રખડતા ઢોરોના કારણે કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે તે પહેલા મુખ્ય માર્ગ પર અડિંગો જમાવીને બેસી રહેતા રખડતાં ઢોરોને રસ્તા પરથી હટાવવામાં આવે અને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેમ વાહન ચાલકો સહિત નગરનો ઈચ્છી રહ્યા છે.
ત્યારે હવે પાલિકા તંત્ર તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા વહેલીતકે મુખ્ય માર્ગ પર અડિંગો જમાવીને બેસી રહેતા ઢોરોને હટાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવે તેમજ રખડતા ઢોરોના માલિક સામે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.