Western Times News

Gujarati News

ગોધરા નગરપાલિકા દ્વારા જી-૨૦ સમિટ અંતર્ગત સીટીવોકનું આયોજન

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેરમાં ય્૨૦ સમિટ ૨૦૨૩ અંતર્ગત ગોધરા નગરપાલિકા દ્વારા સિટી વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ થતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગોધરાના અટલ ઉદ્યાન ખાતે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી અને ગોધરા નગરપાલિકા પ્રમુખ સંજય સોની દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ ગોધરાના બગીચા રોડથી લાલબાગ બસ સ્ટેન્ડ થઈ ગાંધી ચોક સર્કલ પાસે સીટી વોકનું સમાપન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ગોધરા નગરપાલિકાના અધિકારીઓ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વૈશ્વિક ફલક ઉપર ભારતીય સંસ્કૃતિની વસુધૈવ કુટુમ્બકમ્ની વિભાવના ચરિતાર્થને સાર્થક કરવાની નેમ સાથે ય્૨૦ સમિટ-૨૦૨૩નું યજમાન ભારત બન્યું છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ય્૨૦ સમિટની મહત્ત્વની ૧૬ ઇવેન્ટ યોજાઈ રહી છે. જેમાં નગરપાલિકા વિસ્તારમાં વસવાટ કરતા નગરજનો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કાર્યક્રમમાં સામેલ થાય તથા વધુમાં વધુ જન ભાગીદારી કેળવાય તેવા શુભાશયથી ય્૨૦ સમિટ વર્ષ-૨૦૨૩ના સમગ્ર વર્ષ દરમિયાન કાર્યક્રમની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વિવિધ જુદા-જુદા કાર્યક્રમોનું વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.

ત્યારે આજરોજ ગોધરા નગરપાલિકા દ્વારા ય્૨૦ સમિટ-૨૦૨૩ અંતર્ગત ગોધરા શહેરમાં સમાવેશ થતી શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સિટીવોકનું આયોજન કરાયું હતું. જેમાં ૨૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગોધરા શહેરના અટલ ઉદ્યાન ય્૨૦ સમિટ-૨૦૨૩ અંતર્ગત સિટી વોકના કાર્યક્રમમાં એક પણ પાલિકાના અધિકારી કે કર્મચારી સિટીવોકમાં જાેડાયા ન હતા. પાલિકાની ગાડીઓમાં બેસી સમાપન સ્થળે આવી પહોંચ્યા હતાં અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ય્૨૦ સમિટ-૨૦૨૩ અંતર્ગત રંગારંગ કાર્યક્રમ કરી તેની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે ગોધરા નગરપાલિકા દ્વારા આજે રાખવામાં આવેલા સિટીવોક કાર્યક્રમમાં અમુક જ નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બાકી એક પણ સભ્યો આ કાર્યક્રમમાં જાેવા મળ્યા ન હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.