દાહોદના ચકચારી બિનખેતી પ્રકરણમાં કાર્યવાહી
પ૦ કર્મીઓની ટીમ દ્વારા ૯પ૦૦ પ્રોપર્ટી કાર્ડમાંથી ૯૩૪ સર્વે નંબરોની તપાસ હાથ ધરાઈ
દાહોદ, દાહોદમાં બોગસ બિનખેતી પ્રકરણમાં તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા ૧૭૮ જેટલા શંકાસ્પદ સર્વે નંબરોની યાદી સાર્વજનિક કરી હતી. જેમાં કલેકટરના નિર્દેશો અનુસાર ઉપરાંત અધિકારીની અધ્યક્ષતામાં પ૦ જેટલા કર્મચારીઓની ટીમ બનાવી ૯પ૦૦ પ્રોપર્ટી કાર્ડમાંથી ૯૩૪ જેટલા સર્વે નંબરોની તપાસ હાથ ધરતા ૧૭૮ સર્વે નંબરો શંકાસ્પદ તરીકે ગણવામાં આવ્યા છે. આમ તો સર્વે નંબર ૩૦૩, ૩૦પ, ૩૦૬ તેમજ સરવે નંબર ૩૭૬/૧/૧/૪માં ફરિયાદ દાખલ થયા બાદ પ્રકાશમાં આવ્યું હતું.
મામલતદાર કચેરી, પ્રાંત કચેરીનો તમામ સ્ટાફ, ૯ જેટલા રેવન્યુ તલાટી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સિટી સર્વે તેમજ ડીએલઆરડીએલઆઈઆર સહિત પ૦ જણાની ટીમ દરરોજ રૂટિન કચેરીના કામની સાથે ર૦૧૦થી ર૦ર૪ સુધીના તમામ બિનખેતીના હુકમોની ખરાઈમાં જોડાઈ હતી. જેમાં પ્રાંત અધિકારી એન.બી. રાજપૂતને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
જો કે, કલેકટર યોગેશ નિરગુડેના માર્ગદર્શનમાં વહીવટી તંત્રની ઉપરોકત ટીમોએ બિનખેતીના હુકમોની ખરાઈ સાથે સાથે ૭૩ એની મુક્તિમાં થયેલ હુકમોની પણ જે તે કચેરીઓમાં ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યા હતા. દાહોદની ૯પ૦૦ જેટલા પ્રોપર્ટીકાર્ડમાંથી વહીવટી તંત્રએ ૬૧ જેટલા સર્વે નંબરોમાં બિનખેતી મળી કુલ ૯ર૯ જેટલા સર્વે નંબરોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં ૧૭૮ જેટલા સર્વે નંબરો શંકાસ્પદ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
મામલતદાર કચેરીમાં ૧ર૪ સર્વે નંબરો સ્કેન કરવામાં આવ્યા હતા જેમાં ૩૬માં સાચા હુકમો જ્યારે ૮૮માં શંકાસ્પદ હુકમો મળી આવ્યા હતા. તેવી જ રીતે જિલ્લા પંચાયતમાં બિનખેતીના ૧૩૧ સર્વે નંબરોમાંથી ૧ર૬ જેટલા સર્વે નંબરોમાં સાચા હુકમો મળી આવ્યા છે.
જ્યારે બે સર્વે નંબરોમાં શંકાસ્પદ હુકમો મળી આવ્યા છે. જેમાં પ૮ જેટલા હુકમો સાચા મળ્યા હતા. જ્યારે ત્રણ સર્વે નંબરો ૩૦૧/૧૦૬ સર્વે નંબર રપ૧ તેમજ સરવે નંબર ૩૮માં ૭૩ એએના શંકાસ્પદ હુકમો મળી આવ્યા છે.