Western Times News

Gujarati News

ગોધરામાં મારવાડી સમાજ દ્રારા બાબા રામદેવપીરની શોભાયાત્રા યોજાઈ

Godhra Ramdevpir shobhayatra

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરામાં સમસ્ત મારવાડી સમાજના લોકો દ્વારા બાબા રામદેવપીર ના નોરતા ની ભાદરવા સુદ એકમના દિવસે ઉપવાસની શરૂઆત કરવામાં આવે છે અને ભાદરવા સુદ નોમના દિવસે મહાઆરતી તથા ધજા રોહણ કરી ઉપવાસ ની પૂર્ણાહુતિ કરવામાં આવે છે

આમ નવ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરનાર મારવાડી સમાજ સહિત અન્ય સમાજના લોકો બાબા રામદેવપીર ની પૂજા-અર્ચના સાથે ધૂપ કરી ઉપવાસ છોડે છે. અને ત્યાર બાદ સમસ્ત મારવાડી સમાજના આગેવાનો અને નવ યુવાનો દ્વારા રામદેવપીરના નિજ મંદિરથી ગોધરા ના મુખ્ય માર્ગ ઉપર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે જેમાં મારવાડી સમાજના લોકો સહિત હજારો ભક્તો શોભાયાત્રામાં જાેડાય છે

ગોધરાના બહારપુરા સ્મશાન રોડ ખાતે આવેલ મોટા બાબા રામદેવપીરના નિજ મંદિરે સમસ્ત મારવાડી સમાજ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ શહેરમાંથી આવેલા અન્ય સમાજના લોકો દ્વારા ધજા ચડાવીને ધન્યતા અનુભવી હતી.

ગોધરા ના મુખ્ય માર્ગ ઉપર સમસ્ત મારવાડી સમાજના અગ્રણીઓ અને નવ યુવાનો દ્વારા બાબા રામદેવ પીર ના જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મારવાડી સમાજ દ્વારા બહારપુરા સ્મશાન રોડ ખાતે આવેલ બાબા રામદેવપીર ના નિજ મંદિર પાસે થી લઈને ગોધરા ના મુખ્ય માર્ગ ઉપર શોભાયાત્રા કાઢવામાં આવી હતી .

બાબા રામદેવપીર ની જન્મ જયંતી નિમિત્તે સમસ્ત મારવાડી સમાજ સહિત અન્ય સમાજના હજારો ભક્તો ઉમટી પડ્યા હતા
ગોધરાના બહારપુરા સ્મશાન રોડ ખાતે આવેલ બાબા રામદેવપીર ના નિજ મંદિરથી નિકળી શોભાયાત્રા ગોધરા સિવિલ લાઈસન્સ રોડ ,નિચવાસ બજાર, પટેલવાળા, જહુરપુરા શાકમાર્કેટ, ગીધવાણીરોડ, શહેરાભાગોળ, હોળી ચકલા ,

પાંજરા પોળરોડ , મારવાડી વાસ ખાતે બાબા રામદેવપીરના મંદિરે ધ્વજારોહણ કરી શોભાયાત્રાનું પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ગોધરાના બહારપુરા સ્મશાન રોડ ખાતે આવેલ મોટા બાબા રામદેવપીરના નિજ મંદિર ખાતે શોભાયાત્રા બાદ તમામ સમાજના લોકો માટે મારવાડી સમાજ દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું

અને ત્યારબાદ રાત્રીના સમયે બાબા રામદેવપીરના મંદિરે ભજન કીર્તનનું આયોજન રાખવામાં આવ્યું છે જેમાં ગોધરા નગરના તમામ લોકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે સમસ્ત મારવાડી સમાજ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.